પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૮
મુંબઈ, તા. ૧૦-૯-'૬૧
આજે વહેલી સવારે એક અદ્ભુત વાત સ્વામીશ્રીએ કરી. સ્વામીશ્રી પથારીમાં બેઠા હતા અને કંપાલાના પ્રભુદાસભાઈ નૈરોબીના છગનભાઈનો પત્ર સ્વામીશ્રીને વાંચી સંભળાવતા હતા. તેમાં લખ્યું હતું કે '...જેવી રીતે દેશમાં... વગેરે હરિભક્તો આપને વિષે જોડાણા છે અને જેવી રીતે આફ્રિકામાં... વગેરે હરિભક્તો આપને વિષે જોડાણા છે, તેવી રીતે અમે જોડાઈ જઈએ તેવી અમારી ઉપર દૃષ્ટિ કરશો...' ત્યારે સ્વામીશ્રી એકદમ સજાગ થઈ ગયા અને બોલ્યા :
'લ્યો ! લખતાંય નથી આવડતું ! જોડાણા કોને કહેવાય, ખબર છે ? જેવી રીતે અમે શાસ્ત્રીજી મહારાજની સેવા-સમાગમ કરી એકમેક થઈ ગયા છીએ તેને જોડાણા કહેવાય. બાકી તો ઓળખ્યા કહેવાય !'
આવો અદ્ભુત ઉત્તર કરી, સ્વામીશ્રીએ સૌનાં જ્ઞાનચક્ષુ ઉઘાડી નાખ્યાં. કારણ, એ પત્રમાં મોટા મોટા હરિભક્તોનાં નામ લખ્યાં હતાં. તેમને વિષે સ્વામીશ્રીએ ફક્ત એટલું જ જણાવ્યું કે તેમણે તો હજુ સત્પુરુષને ઓળખ્યા જ છે, પણ જ્યારે પોતે જેમ શાસ્ત્રીજી મહારાજને સેવ્યા તેમ સેવે ત્યારે જ જોડાયા કહેવાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-59.2:
Attaining God or His Sant is Ultimate Liberation
“… So, when one attains God or His Sant, then, apart from this, there is no other liberation for the jiva; this itself is ultimate liberation.”
[Gadhadã II-59.2]