પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૫
મુંબઈ, તા. ૩૧-૮-'૬૧
સાંજે સ્વામીશ્રીએ સૌ સેવકોને ભેગા કર્યા અને એકદમ ઉપદેશ આપવા લાગ્યા કે 'મોટા પુરુષ કહે એમ કરવું, અમે સ્વામીની આજ્ઞા પાળતા. મોટા પુરુષનું વચન માનવું...' પહેલાં તો અમને સૌને કંઈ સમજાયું નહિ. પછી સ્વામીશ્રીએ ધીરે રહીને કહ્યું, 'મને એક વચન આપશો ?' ભાવમાં આવી જતાં અમે સૌ બોલી ગયા, 'હા.'
'કાલે જન્માષ્ટમી છે તે ઉપવાસ કરવો પડે. શાસ્ત્રીજી મહારાજ સૌને ઉપવાસ કરાવતા. કોઈને ફરાળ કરવા દેતા નહિ. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તે ઊજવવો પડે...'
- સ્વામીશ્રીએ ખૂબ જ સાવધાનીથી પોતાની ઈચ્છા રજૂ કરી. રખે કોઈ વિરોધ કરે ! પણ સેવકો પાસેથી તો પહેલેથી જ વચન લઈ, તેમને બાંધી દીધા હતા. આ રીતે ઘણીવાર સ્વામીશ્રી વ્રત-ઉપવાસમાં પોતાની રુચિ જણાવતા. આ પહેલાં પણ રામનવમી અને આષાઢી એકાદશી ઉપર તે પ્રમાણે પોતાની રુચિ બતાવેલી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-12.4:
One with Weak Faith and one with Absolute Faith
“Moreover, one whose faith in God is weak, despite being in Satsang, still doubts, ‘Who knows whether I will attain liberation or not? When I die, will I become a demigod? Or will I become a king? Or will I become a ghost?’ One who does not have absolute faith in God has such doubts. But one who does have absolute faith believes, ‘I have attained liberation ever since the day I attained God; in fact, whoever has my darshan or listens to my talks will also be freed from all of his sins and will attain the highest state of enlightenment.’ So, maintaining such faith coupled with the knowledge of God’s greatness, one should believe oneself to be fulfilled. All of you should constantly be aware of this fact.”
[Vartãl-12.4]