પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૪
મુંબઈ, તા. ૨૬-૮-'૬૧
સ્વામીશ્રીની એક વિશેષતા એ હતી કે નાનામાં નાની બાબતમાં પણ સૌને પૂછે. વચમાં ડૉક્ટરે સૂચના આપી કે સાંજે પાણી ઓછું પીવું જેથી રાત્રે ઊંઘમાં ખલેલ ન પડે (ઊઠવું ન પડે). સ્વામીશ્રીએ બધા સેવકોને બોલાવ્યા ને કહે કે મિટિંગ ભરવી છે. પછી સૌને પૂછ્યું, 'શું કરવું ?' સાંજના શાકભાજીનું સૂપ લેતાં તે ઓછું લેવાનું વિચાર્યું. પછી સૌનો મત પૂછ્યો. એમ દરેક બાબતમાં કરતા. દવા ફેરવી હોય, નવી દવા હોય તોપણ ડૉક્ટર સ્વામી વગેરે પાંચ જણને પૂછીને કરતા અને હંમેશાં કહેતા કે કોઈ પણ કાર્ય પાંચ જણને પૂછીને જ કરવું. આમ, પોતે સર્વના ઉપરી હોવા છતાં, સૌને વ્યવહારની રીત શિખવાડતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-50.6:
My Personal Principle
“Furthermore, I do not wish to leave any trace of the world in the hearts of whosoever keeps My company. Why? Because I get along only with those whose resolve is similar to Mine. But if one has desires for worldly pleasures, then even if I try to develop affection for that person, I cannot do so. Thus, only those devotees of God who are free of worldly desires are dear to Me. What I have just told you is My personal principle.”
[Gadhadã II-50.6]