પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
તા. 23-4-1969ના રોજ યોગીજી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થયા પછી સ્વામીશ્રી તરત જ વાઇન્ડ-અપની સેવામાં લાગી ગયા.
તા. 24-4-1969ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘મંડપ, તંબુ તેમજ વાસણ વગેરે પાછા મોકલવાની વ્યવસ્થા ભઈલુભા બાપુ તથા જામભા તથા બારદાનવાળા શેઠના ટ્રકમાં રવાના.’
ત્યારપછીના દિવસો સ્વામીશ્રી વાઇન્ડ-અપમાં વ્યસ્ત રહ્યા. છેલ્લે તા. 26-4-1969ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘આજે તમામ વસ્તુ પરત મોકલી દીધી. કોઈપણ વસ્તુ ખૂટી નહીં.’
આટઆટલી વ્યસ્તતાઓ વચ્ચે બહારથી લાવેલાં વાસણો, ગાદલાં, રજાઈથી માંડીને નાની-મોટી વસ્તુઓમાં એક પણ વસ્તુ ખૂટે નહીં, એ જ દર્શાવે છે કે સ્વામીશ્રીએ કેટલું ઊંડાણપૂર્વક ઝીણવટથી આયોજન કર્યું હશે !! આ સમૈયો સ્વામીશ્રીના કુશળ નેતૃત્વનો પરિચય આપે છે.
તેઓની સાથે સેવામાં સહાયક સ્વયંસેવક તરીકે અખંડ રહેલા ભીમજીભાઈ વાઇન્ડ-અપ અંગે કહે છે કે
“પ્રતિષ્ઠા પૂરી થયા પછી સાંજે યોગીજી મહારાજ ગોંડલ જવા વિદાય થયા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ તો ધર્મશાળામાં વાઇન્ડ-અપનું કામ કરાવતા હતા. યોગીજી મહારાજની ગાડી ડિસોટો નીકળી ત્યારે પ્રમુખસ્વામી મને કહે : ‘બાપા ગોંડલ જાય છે, તો ચાલ મળી આવીએ.’ અમે બાપા પાસે ગયા. બાપાએ ગાડીનો કાચ ઉતારીને આશીર્વાદ આપ્યા અને પ્રમુખસ્વામીને વાઇન્ડ-અપનું કામ કરીને પાંચ દિવસ પછી ગોંડલ આવવાનું કહ્યું. અમે પાંચ દિવસમાં બધું જ વાઇન્ડ-અપનું કામ પૂરું કરીને પ્રમુખસ્વામી સાથે ગોંડલ ગયા.”
Vachanamrut Gems
Vartãl-20:
Not Associating with Evil Influences, Regardless of One's High Understanding
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.
[Vartãl-20]