પ્રેરણા પરિમલ
આપણે તો અક્ષરધામમાં જ છીએ
અશ્લાલીના કિરીટભાઈ જશભાઈ વધુ અભ્યાસાર્થે અમેરિકા જઈ રહ્યા હતા. આશીર્વાદ આપી યોગીજી મહારાજે એમને વિદાય આપી. બીજે દિવસે એમને મૂકવા આવેલા નાથાભાઈ, જશભાઈ વગેરે સ્વામીશ્રીને મળવા આવ્યા. ભક્તો સાથે એકમેક થઈ જવાની સ્વામીશ્રીની કોઈ અલૌકિક રીત હતી અને આવા વિશાળ સત્સંગ સમુદાયમાં પણ દરેક સાથે સ્વામીશ્રી વિશિષ્ટ આત્મીયતા અનુભવતા.
'ભાઈ અમેરિકા પહોંચી ગયા હશે ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'ના, રાત્રે એક વાગે પહોંચશે.'
'અમેરિકા દૂર ખરું ને ?' સ્વામીશ્રી બાલ સહજભાવે બોલ્યા. 'અક્ષરધામ પણ બહુ દૂર છે...' જાણે કોઈ પ્રત્યક્ષ વાત જાહેર કરતા હોય, એવું એમની નિર્દોષ આંખોમાં જણાતું. સ્વામીશ્રી હસી પડ્યા.
'અક્ષરધામ જતાં કેટલી વાર લાગે.' કોઈએ પૂછ્યું.
'સો મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ અને પૃથ્વી સુધી પહોંચતા ઘસાઈને રજ ભેળો રજ થઈ જાય એટલું છેટું છે. પણ આંખના પલકારામાં પહોંચી જઈએ.' સ્વામીશ્રી બોલ્યે જતા હતા. 'અંતર દૃષ્ટિવાળાને અણુ માત્ર છેટે નથી ને બાહ્ય દૃષ્ટિવાળાને મતે લાખો ગાઉ છેટે છે. સારંગપુરના દસમા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ...'
'આપણે કેફ રાખવો. હિંમત સે હરિઢૂંકડા, કાયરસે હરિ દૂર. તેમ આપણે બળમાં રહેવુ. કેફ રાખવો.'
'ન ગઈ ગંગા, ગોદાવરી, કાશી. ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી...' એ કીર્તન બોલતા પોતાની મસ્તીમાં સ્વામીશ્રીએ સૌને મૂકી દીધા.
Vachanamrut Gems
Sãrangpur -1:
Means to Overcome Mundane Desires
Again Muktãnand Swãmi asked, "Is the means to defeat the vishays vairãgya, or is it affection for God?"
Then Shriji Mahãrãj explained, "One way to defeat the vishays is ãtmã-realisation, and the other is the realisation of God coupled with the knowledge of His greatness…"
[Sãrangpur -1]