પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦૩
અમદાવાદ, તા. ૯-૮-૧૯૭૦
અમદાવાદમાં અદ્ભુત પારાયણ થઈ. ઉત્તર ગુજરાત અને ગુજરાતના હજારો હરિભક્તોએ લાભ લીધો. પૂર્ણાહુતિ પછી યોગીજી મહારાજ આફ્રિકાથી સાધુ થવા આવેલા યુવકો સાથે બેઠા. સૌને બળભરી વાતો કરી આશીર્વાદ આપ્યા.
ઠાકોરજી જમાડીને કથા કરી. પછી આરામ કરવા પધાર્યા ત્યારે કહે, 'આપણે આંબલીપોળ જવું છે. તે સંદેશો કહેવરાવજો.' બપોરે મંદિરમાંથી હજારો હરિભક્તોની ભાવભીની વિદાય લઈ નીકળ્યા. આંબલીપોળ જતાં રસ્તામાં કહે :
'મારે ગુરુના (શાસ્ત્રીજી મહારાજના) સ્થાને જવું જ જોઈએ. ગયા વગર કેમ ચાલે ? તમે જઈ આવ્યા. મને કહ્યું પણ નહિ. એ આપણું મુખ્ય સ્થાન છે. જેવી ગઢડામાં અક્ષર ઓરડી તેવું જ આ સ્થાન છે. અહીંથી બધાં મંદિરો થયાં.' એમ શાસ્ત્રીજી મહારાજના આદિ પ્રસાદીસ્થાન આંબલીપોળનો ઘણો મહિમા કહ્યો. વળી કહે :
'સારંગપુરમાં નવો ઓરડો કર્યો છે. તે એમાં પહેલાં ઠાકોરજીને પધરાવજો ને પછી અમે એમાં રહેવા જઈશું. એમનેમ ન જવાય.'
આંબલીપોળમાં શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીનો ઓરડો અને ઢોલિયાનાં દર્શન કર્યાં, આરતી કરી, દંડવત્ કર્યા, પછી જૂની સ્મૃતિ કરી. શેઠ શ્રી ચંપકભાઈને ઘરે પધાર્યા. ત્યારે પણ રસ્તામાં મોટરમાં કહે :
'અહીં (શેઠને ઘરે) શાસ્ત્રીજી મહારાજ ૧૨ દિવસ રહેલા. મહાપ્રસાદીનું સ્થાન.' ત્યાં પહોંચ્યા. પ્રસાદીના ઓરડામાં ઠાકોરજીની આરતી વગેરે કરી, સારંગપુર જવા નીકળ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
Eradicating Cravings for the Vishays
Muktãnand Swãmi then asked, “How can those acute cravings of the indriyas to indulge in the vishays be eradicated?”
Shriji Mahãrãj replied, "The only means to eradicate the actueness of the indriyas is to force the indriyas to observe the niyams for renunciants and householders as prescribed by God."
[Gadhadã II-16]