પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
ઉતારા વિભાગ :
1969ની સાલમાં અહીં યોગીજી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એ વખતે ઉતારા માટેની વ્યવસ્થા પણ સ્વામીશ્રીએ એકલે હાથે કરી હતી. સ્વામીશ્રીની સાથે રહેનાર ભીમજીભાઈ સ્મૃતિ વાગોળતાં કહે છે :
‘ઉત્સવમાં બધા વિભાગોની જવાબદારી સ્વામીશ્રીના માથે હતી. ઉત્સવોમાં સૌથી અગત્યના કેટલાક વિભાગો પૈકીનો એક વિભાગ છે - ઉતારા વિભાગ. નાના ગામમાં કે જ્યાં વિલાયતી નળિયાં પણ ન હોય, એવા ઓછી સંખ્યાવાળા આ ગામમાં આવનારા હજારો હરિભક્તોને એકલે હાથે ઉતારાની વ્યવસ્થા પૂરી કઈ રીતે પાડી હશે ?’
એની પૂર્વતૈયારી કઈ રીતે કરી હશે ? એ વાત વાગોળતાં તેઓ કહે છે :
“પ્રમુખસ્વામી મહારાજ, પ્રગટ ભગત અને હું ગામમાં પટેલોને ત્યાં ઉતારા માટે રૂબરૂ જતા. પ્રમુખસ્વામી મહારાજ ઘરે ઘરે રૂબરૂ ગયા હતા. ઘરે જઈને પટેલોને પૂછે કે ‘તમારી પાસે કેટલી રૂમો છે ?’ પટેલો જે કહે એમાંથી સ્વામીશ્રી નક્કી કરે ને કહે : ‘સમૈયા દરમ્યાન એક રૂમ જ તમારા માટે રાખો અને બાકીની રૂમ ઉતારા માટે અમને આપો.’ પટેલો ‘હા’ પાડે એટલે મને કહે : ‘લિસ્ટ બનાવો.’ અને એ જ વખતે રૂમની દીવાલ ઉપર શાહીથી નંબર લખાવી લે અને લિસ્ટમાં પણ એ નંબર લખાવે અને એ જ વખતે નક્કી કરે કે આ હરિભક્તને આ રૂમ આપજે. આવું એક અઠવાડિયા સુધી દરરોજ રાત્રે ઉતારા માટે જવાનું થતું. દરેક પટેલને સ્વામીશ્રી મળ્યા. આમ, કુલ 200 જેટલી રૂમો ગામમાં થઈ ગઈ. બાકીના રામજી મંદિરમાં, પંચાયત આૅફિસમાં અને સ્કૂલમાં ઉતારાનું નક્કી કર્યું. આ રીતે દરેક પટેલના ઘરે ખુદ સ્વામીશ્રી બબ્બે વખત ઉતારા માટે ગયા હતા.”
Vachanamrut Gems
Gadhadã III-23:
Attitudes Worthy of Being Imbibed
“When God and His Bhakta are pleased on a devotee, he should feel, ‘It is my great fortune that God and His Bhakta are pleased with me.’ Also, when, for the purpose of teaching a lesson, they reprimand him, he should feel, ‘It is my great fortune that they reprimand me; after all, it will help in removing my flaws.’ In this way, one should be pleased even if reprimanded; one should not feel any grief in one’s mind, nor get upset, nor even regard oneself as being very sinful. Indeed, one should always remain pleased. This attitude is also worthy of being imbibed.”
[Gadhadã III-23]