પ્રેરણા પરિમલ
બ્રહ્મનું માર્ગદર્શન
સને ૨૦૦૦માં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યુ.એસ.એ.ના સત્સંગી કિશોરોની સત્સંગ શિબિર એડિસન ખાતે યોજાઈ હતી. જેમાં સ્વામીશ્રી સમક્ષ કિશોરો પોતાની કેફિયત રજૂ કરી રહ્યા હતા. યુ.એસ.એ.ના વિલાસી વાતાવરણ વચ્ચે કેવી દૃઢતાથી યુવકો નિયમ પાળે છે તે વાતો દિલધડક હતી. અશ્વિન પટેલે કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સૌ કિશોરોને મૂંઝવતા કેટલાક કઠિનપ્રશ્નો અને નિયમોની વાત કરતાં કહ્યું : 'બાપા ! અમને તિલક-ચાંદલો કરવાનો નિયમ સાચવવો બહુ અઘરો પડે છે છતાં એવા કેટલાય કિશોરો છે, જે નિધડકપણે તિલક-ચાંદલો કરે છે.
'બીજુ, વિદ્યાર્થીઓ સાથે રેસ્ટોરન્ટમાં ખાવા ન જાય તો મિત્રોને બહુપ્રશ્ન થાય કે આ અમારી સાથે કેમ નથી ખાતો? કંઈ ખોટું લાગ્યું છે ?... એટલે બહારનું ન ખાવાનો નિયમ પણ પાળવો અઘરો છે, છતાં દૃઢતાપૂર્વક ઘણા કિશોરો તે નિયમ પણ પાળે છે.
અને ત્રીજુ, મંદિરમાં અને અભ્યાસમાં બૅલેન્સ કઈરીતે કરવું એય મોટોપ્રશ્ન હોય છે. પરીક્ષા નજીક હોય ત્યારે ખાસપ્રશ્ન થાય કે મંદિરે જવું કે વાંચવું ? વાંચવા રહીએ તો દર્શન, સભા, સેવા ન થાય એનું દુઃખ થાય. માટે એનું બૅલેન્સ કરવાનું બળ આપજો એપ્રાર્થના છે.'
સ્વામીશ્રીએ કિશોરોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાનઆપતાં કહ્યું,
'આપણે લોકોને રીઝવવા માટે કંઈ તિલક-ચાંદલો નથી કરતા. લોકો સારા કહે એથી સારા નથી થઈ જવાના ને ખરાબ કહે તેથી ખરાબ નથી થઈ જવાના. ભગવાનને ગમે છે માટે કરીએ છીએ. ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. આપણે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, નિયમ પાળીએ, તપવ્રત કરીએ એ બીજાને નથી ગમવાનું. તેથી મૂકી ન દેવું. એ લોકોને સમાજને રાજી કરવો છે, દેહને રાજી કરવું છે. આપણે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે તો એની રુચિપ્રમાણે વર્તવું ને તેમ કરતાં જે સહન કરવું પડે તે કરી લેવું.
બહારનું તો ન જ ખાવું. ઘરેથી તૈયાર કરીને લઈજવું. કૉલેજમાં-હોસ્ટેલમાં રહેતા હોય તેણે ભાખરી, શાક જેવું બનાવતાં શીખી લેવું. થોડું માબાપ તૈયાર બનાવી આપે તે લઈ જવું. પહેલાં ગુરુકુળમાં છોકરા જાતે રસોઈ કરતા, જાતે કપડાં ધોતા, જાતે પથારી કરતા. સ્વાવલંબી જીવન. જેને ધર્મ પાળવો છે, એને માટે આ વાત છે. તમારે મુશ્કેલી છે કે ભણવાનું ને આ કરવાનું પણ જેને અનુકૂળ હોય તે તેમ કરે તો સારું.પ્રયત્ન કરશો તો અનુકૂળ થશે.
પરીક્ષા આવે ત્યારે બે-ત્રણ મહિના ખટકો રાખવો. તે ઘડીએ મંદિરનું કામ ઓછુ થાય તેનો વાંધો નહીં. તે ઘડીએ શિબિરનું આયોજન પણ ન કરવું. એ વખતે અભ્યાસને વધારે મહત્ત્વ આપવું. છેલ્લી પરીક્ષા વખતે બરાબર ધ્યાન આપવું. બાકીના ટાઇમમાં આપણે સત્સંગનું કરવું. શનિ-રવિ સત્સંગ માટે ફાળવવા. પરીક્ષા વખતે મંદિરે આવવાનું ઓછુ થાય, તો ઘરે સભા કરી લેવી. ઘરસભા ન થતી હોય તો એકલાએ થોડું વાંચન કરી લેવું. કરવું છે તેને બધું થાય.'
સ્વામીશ્રીએ વાત્સલ્યનાં વારિ સિંચીને પોષેલી આ કિશોર પેઢી આવનાર ભવિષ્યની તારણહાર બની રહેશે.
Vachanamrut Gems
Loyã-10:
A Person with Gnan is Impossible to Bind
"… Since his vision has become broad, and he knows all worldly objects to be vain, no objects are capable of binding such a person with gnãn…"
[Loyã-10]