પ્રેરણા પરિમલ
સુંદરણા ગામના બાળમંડળ
રાજેશભાઈ ઠાકોર જ્યાં બાળમંડળ ચલાવી રહ્યા છે, એ સુંદરણા ગામના બાળમંડળના સભ્યોને પંચનિયમની પુસ્તિકા તેઓએ આપી. આ બાળકોને આ પુસ્તિકા મુખપાઠ કરવાનું તેઓએ સોંપ્યું હતું. બાળકો પણ એવા શિસ્તબદ્ધ એટલે નિશાળે પોતાની સાથે આ પુસ્તિકા લઈ જતા હતા ને રિસેશના સમયે બીજા છોકરાઓ રમતો રમે ત્યારે શાંતિથી ક્યાંક બેસીને આ બાળકો પંચનિયમ પુસ્તિકાનો મુખપાઠ કરતા હતા. ધોરણ સાતના એક ખ્રિસ્તી શિક્ષકના ધ્યાનમાં આ આવ્યું. કુતૂહલવશ થઈને તેઓ બાળકો પાસે ગયા ને બાળકોને પૂછપરછ કરી ત્યારે બાળકોએ કહ્યું કે અમે પ્રમુખસ્વામી મહારાજના શિષ્યો છીએ ને આ પંચનિમયમની પુસ્તિકાનો મુખપાઠ કરીએ છીએ. ખ્રિસ્તી શિક્ષકને વધારે કુતૂહલ થતાં બાળકોએ બાળસભા કઈ રીતે ચાલે છે ? એ બધી જ વિગતો તેઓને કરી. બાળસભાની આ સંસ્કારસિંચનની પ્રવૃત્તિથી તેઓ એટલા પ્રભાવિત થયા કે એમણે પોતાના વર્ગમાં પણ કહ્યું કે જેને આગળ વધવું હોય એણે અક્ષરપુરુષોત્તમ સંસ્થા સંચાલિત બાળમંડળમાં નિયમિત જવું. આ શિક્ષકે સંચાલક રાજેશભાઈ ઉપર પણ ધન્યવાદનો પત્ર લખી આપીને પરમ પૂજ્ય સ્વામીશ્રીની મૂર્તિ પણ મગાવી.
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]