પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીના સ્પર્શની દિવ્ય અનુભૂતિ
તા. ૨-૭-૨૦૦૫, જામનગર
મુલાકાત દરમ્યાન ડૉ. સતીષભાઈ ટાટમિયા દર્શને આવ્યા. શહેરમાં તેઓની પેથોલોજી લેબ છે. ગઈકાલે શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટરો આવ્યા, એમની સાથે તેઓ પણ દર્શને આવ્યા હતા. ક્ષણભરના સ્વામીશ્રીનાં દર્શન ને આશીર્વાદ પછી ઘરે ગયા ત્યારે એમના મન ને શરીરમાં દિવ્ય ફેરફારો અનુભવ્યા અને જાણે કે વિચારો સ્થગિત થઈ ગયા હોય એેવું અનુભવાયું. આખી રાત ઊંઘ ન આવી એટલે આજે તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા. તેઓ વતી એમના મિત્રે સ્વામીશ્રીને કહ્યું કે 'એમના વિચારો જ સ્થગિત થઈ ગયા છે ! શું અનુભવ થાય છે એ તેઓ કહી જ શકતા નથી.' સ્વામીશ્રીએ ફરીથી માથે હાથ મૂકીને કહ્યું : 'ભગવાન મળ્યા એનો આનંદ આનંદ થઈ ગયો, એનું સુખ આવ્યું એટલે રાત્રે ઊંઘ ઊડી ગઈ.' આટલું કહીને વર્તમાન ધરાવીને સ્વામીશ્રીએ મહારાજનો આશરો કરાવ્યો. સ્વામીશ્રીના સ્પર્શની દિવ્ય અનુભૂતિના ભાગી તેઓ બન્યા.
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]