પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૧
મ્વાન્ઝા, તા. ૩૧-૩-'૭૦
લંડન જવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. બધા પ્રકારની અગવડ-સગવડની વાતચીત ખૂબ ચર્ચાઈ ગઈ હતી. પણ અહીં સ્વામીશ્રીએ ફરી એ વાત કાઢી : 'પણ ૠતુ સારી ન હોય તો ?'
'બાપા, એ બધું તો આપના હાથમાં છે.'
આમ, સ્વામીશ્રી અવારનવાર આવો કાંઈક પ્રશ્ન છેડી, હા-ના કર્યા કરે, કાંઈક શંકા કર્યા કરે. અને કાર્યક્રમ નક્કી થઈ શકે નહિ. આજે પ્રમુખસ્વામીએ કહ્યું, 'મનમાં નક્કી કર્યું હોય તો જવું જ જોઈએ.'
'આપણું મન તો ફરતું રહે છે. અમન થવું જોઈએ,' સ્વામીશ્રી ધીરેથી-બીતાં બીતાં બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]