પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૯
મુંબઈ, તા. ૭-૮-'૬૧
સ્વામીશ્રી માટે, લાલભાઈ નામના એક મોટા હરિભક્ત શક્તિની (Vitamins) ગોળીઓ લાવ્યા હતા. એક પ્રકારની ગોળીઓ વિષે સમજાવતાં લાલભાઈએ સ્વામીશ્રીને કહ્યું, 'આ ગોળી દિવસમાં ૨૦થી ૩૦ લેવી. પછી ખોરાકની જરૂર ન પડે.'
સ્વામીશ્રી એકાએક હસી પડ્યા અને કહે, 'ત્યારે તો (ગોળીઓનું) ફરાળ જ થયું, એમ કો'ને !'
તે અંગે વધુ સૂચના આપતાં લાલભાઈએ સ્વામીશ્રીને કહ્યું, 'સવારે, તડકામાં ઊભા રહેવું.'
ફરીથી હસી પડતાં સ્વામીશ્રી કહે, 'એ... મ, તપ કરવું !'
આથી બીજા પણ સૌ હસી પડ્યા. પછી જે જે ડૉક્ટરો આવતા તેમને એ ગોળીઓ સ્વામીશ્રી ખાસ બતાવતા અને 'ફરાળ છે' કહી માંદગીને રમૂજમાં પલટાવતા તેઓ સૌને આનંદ કરાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]