પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૦
મ્વાન્ઝા, તા. ૨૮-૩-'૭૦
અહીંના હરિભક્તોને મંદિર કરવા સ્વામીશ્રીએ આજ્ઞા કરી. ત્યારે રામુભાઈએ સ્વામીશ્રીને વિનંતી કરી કે 'બાપા, વચન આપો કે તમે જાતે પ્રતિષ્ઠા કરવા આવશો. અમારે આ વચન ટેપ કરવું છે...'
'જો મંદિર કરો તો અમે આવીશું', સ્વામીશ્રીએ વચન દીધું અને પ્રમુખસ્વામી દ્વારા એ વચન પૂર્ણ કર્યું.
બપોરે જમતી વખતે
સ્વામીશ્રી જમવા બિરાજ્યા હતા. સાથે સંતો, પાર્ષદો, હરિભક્તો પણ હતા. બધા માટે સામસામા બબે પાટલા ગોઠવ્યા હતા. ત્યારે નારાયણ ભગતે સ્વામીશ્રી સામું જોઈ કહ્યું, 'બાપા, અમેય પાટલે બેઠા.'
આ સાંભળી સ્વામીશ્રી ખૂબ હસવા લાગ્યા.
'બાપા, હસો છો કેમ ?' નારાયણ ભગતે પૂછ્યું.
'એક વાત કહેવી છે. ગામડામાં ગાંયજો જો ખાટલે બેઠો હોય ને દરબાર ત્યાંથી નીકળે તો તે દરબાર ઠરડાય. એને ગમે નહિ...'
'તો બાપા અમે કાલથી પહેલાં બેસતા હતા તેમ નીચે બેસીશું.'
'ના, ના, આ તો અક્ષરધામની સભા છે. અહીં બધા સરખા...' એમ રમૂજ કરતાં કહ્યું. પણ કહેવા કહેવામાં પણ કેટલી દિવ્ય-દૃષ્ટિ ! પોતાના સેવકો-ભક્તો પોતાની જેમ જ, પોતાની સામે બેઠા તો પોતે રાજી થાય છે ને વાતને વાળી લે છે કે સેવકોને પણ દુઃખ ન થાય. 'આ તો અક્ષરધામની સભા, અહીં બધા સરખા...' કેવા વિવેકપૂર્ણ શબ્દો !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Discourses Destroys Desires for Vishays
"… Moreover, the mind does not become as free of desires for vishays by subjecting the body to austere observances such as tapta-kruchchhra, chãndrãyan or other vows as it does by listening to these discourses of God…"
[Kãriyãni-12]