પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-8-2016, સારંગપુર
આજે બપોરે ભોજન બાદ દાઉદી વોરા સમાજના એક સદ્ગૃહસ્થ મિ. જીરુવાલા સ્વામીશ્રીને મળવા માટે આવેલા. સ્વામીશ્રીનાં દર્શનથી તેમને ખૂબ આનંદ થયો. સ્વામીશ્રીના હાથ પોતાના હાથમાં લઈને તેઓ બોલ્યા : ‘જ્યારથી સ્વામીબાપાના સમાચાર મળ્યા ત્યારથી મને બેચેની બેચેની રહેતી હતી. આજે હવે શાંતિથી સૂઈ શકીશ.’ પછી તેનું રહસ્ય ખોલતાં તે બોલ્યા : ‘મહાપુરુષો કોઈ દિવસ મૃત્યુ પામતા નથી. તેઓ હંમેશાં અમર જ રહે છે. મને યકીન છે કે આજે એ મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપનામાં મોજૂદ છે.’
સ્વામીશ્રીનું અસ્તિત્વ પ્રમુખસ્વામી મહારાજની ખોટ સાલવા દે તેવું નથી. તેઓ દરેકના હૃદયમાં સ્વામીબાપાના પ્રગટપણાની પ્રતીતિ કરાવી રહ્યા છે.
Vachanamrut Gems
Sãrangpur -2:
Non-Violence
Shriji Mahãrãj then began to elaborate by saying, "One should not hurt any living being with one's speech…"
[Sãrangpur -2]