પ્રેરણા પરિમલ
કરુણાનિધાન શ્રીહરિ
શ્રી ભાયાત્માનંદ સ્વામી
ભુજનગરમાં મહારાજ સાધુની જાયગામાં પાટ ઉપર વિરાજમાન થયા હતા અને હરિભક્તની સભા બેઠી હતી. પછી સુંદરજીએ પ્રશ્ન પૂછયો, 'અમારું સંતની બરાબર કલ્યાણ થાય એમ જણાતું નથી. શા માટે જે, એ નિવૃત્તિપરાયણ છે; માટે એના કલ્યાણમાં તો સંશય નથી ને અમે તો પ્રવૃત્તિ માર્ગમાં છીએ, તે હજારો જાતના વિક્ષેપ થાય છે માટે સાધુની બરાબર કલ્યાણ કેમ થાય?'
પછી મહારાજે કહ્યું, 'તમારું ને સાધુનું બરાબર કલ્યાણ છે, કેમ જે, આ ભુજનગર ઉપર લશ્કર આવ્યું હોય ત્યારે સરકારના ચાકર લડવાને સામા જાય; ત્યારે શાહુકાર શહેરમાં હોય, તે દારૂગોળા-અન્ન-પાણીથી તેનું પોષણ કરે છે. તો બળે કરીને લડે છે. તેમ સાધુ ત્યાગી છે તેની તમે અન્ન-પાણીએ સેવા કરો છો, તથા પુસ્તકપાનાદિકની તમે ખબર રાખો છો, માટે તમારે બળે નિરાંત થકા ભજન કરે છે; માટે તમારું ને સાધુનું બરાબર કલ્યાણ છે. શા માટે જે, તમે સંતની સેવા કરો છો, અને સંત સુખે ભજન કરે છે.'
એ વાત સાંભળીને સહુ રાજી થયા.
Vachanamrut Gems
Loyã-1:
Method of Totally Uprooting Lust
"… However, the method for totally uprooting even the most vicious form of lust is to fully understand the greatness of God."
[Loyã-1]