પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2010, મુંબઈ
છાત્રાલયમાં ભણતા એક વિદ્યાર્થીએ ચોરી કરી હતી. મિત્રો સાથે ચોરી કરતાં વળી એ પકડાઈ ગયો હોવાથી છાત્રાલયના વ્યવસ્થાપકોએ થોડીક કડક રીતે એની સાથે વાત કરી હતી. આ પ્રસંગ બન્યા પછી તેઓના પિતાશ્રી સંતો પાસે જઈને ન બોલવાના ઘણા શબ્દો બોલી ગયા હતા, પણ પાછળથી તેઓને પસ્તાવો થયો હતો. સ્વામીશ્રીને આ વાતની ખબર પડતાં તેઓને ફોન કરાવ્યો અને તેઓની સાથે વાત કરતાં કહ્યું કે ‘તમે વિગત જણાવી છે. આવું થવું ન જોઈએ, પણ દરગુજર કરજો. અમે તમારી માફી માગીએ છીએ.’
પેલા ભાઈ સ્વામીશ્રીની આવી નિર્માનીતા સાંભળીને ગળગળા થઈ ગયા અને કહે : ‘બાપા ! તમારે માફી માગવાની ન હોય, હું પાપમાં પડું.’
આટલું કહીને જે પ્રસંગ બન્યો હતો એ વળી વિગતે તેઓ વાત કરવા લાગ્યા, ત્યારે વચ્ચે વચ્ચે સ્વામીશ્રીએ બે-ત્રણ વખત તેઓની માફી માગી. ભૂલ કોઈક કરે અને માફી સ્વામીશ્રી માગે ! સ્વામીશ્રીની કેવી ક્ષમાશીલતા અને નિર્માનિતા !
Vachanamrut Gems
Gadhadã I-53:
Progress and Downfall in Satsang
Thereupon Muktãnand Swãmi asked, "There are those in the Satsang fellowship who progress day by day. There are also those who, despite being in Satsang, seem to regress day by day. What is the reason for this?"
Shriji Mahãrãj explained, "A person who perceives flaws in a great sãdhu gradually regresses in Satsang. Conversely, a person who perceives virtues in that sãdhu progresses, and his bhakti towards God also flourishes. Therefore, one should not perceive flaws in a sãdhu; instead, one should only perceive his virtues.
[Gadhadã I-53]