પ્રેરણા પરિમલ
'...એટલે તો આ લોકનું કંઈ આપતા નથી.'
ગોલ્ફકાર્ટમાં વિરાજી યોગીસ્મૃતિ મંદિરમાં પધાર્યા. અહીં દર્શન કર્યા પછી પાછા વળતી વખતે આંબલી આગળ ઊભેલા એક સંનિષ્ઠ હરિભક્તને જોઈને સ્વામીશ્રીએ ઇશારો કર્યો. આ ઇશારામાં પૂર્વસંદર્ભ હતો. એના અનુસંધાનમાં એ હરિભક્ત બોલ્યા : 'બાપા! બીજી ટિકિટ ન અપાવો તો કાંઈ નહીં. અક્ષરધામની ટિકિટ તો અપાવશોને ?
'એ તો પાકી.' સ્વામીશ્રીએ દૃઢતા સાથે થાપો આપતાં એ હરિભક્તને કહ્યું અને ત્યારપછી કહ્યું : 'એ ટિકિટ આપવી છે એટલે તો આ લોકનું કંઈ આપતા નથી. સારી રીતે રોટલા મળશે, આબરૂ રહેશે, પછી બીજુ શું જોઈએ?' આ હરિભક્તને ધારાસભ્ય થવા માટે અત્યંત મહેચ્છા હતી. સ્વામીશ્રી એ એને સાંખ્ય કરાવી નાખ્યું.
સ્વામીશ્રીએ જે હિતવચનો કહ્યાં તેમાં જીવમાત્ર માટેની કરુણાનાં દર્શન થઈ રહ્યાં હતાં. (૧૧-૧૧-૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Loyã-2:
A Devotee with Gnan Overcomes the Fear of Death
"A devotee with gnãn has the strength of ãtmã-realisation and believes, 'I am brahmaswarup and a devotee of God.' Therefore, he too does not fear death."
[Loyã-2]