પ્રેરણા પરિમલ
ડૂબતા જીવનને ઉગાર્યું
પ્રમુખસ્વામી મહારાજનાં અમદાવાદ ખાતેના રોકાણ દરમ્યાન એક ઉચ્ચ અધિકારી મુલાકાત દર્શને આવ્યા. તેઓના સુપુત્ર ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ અન્ય રાજ્યમાં અભ્યાસ દરમ્યાન કોઈ પરપ્રાંતની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. ઘરમાં એનો વિરોધ થતાં દબાણમાં એણે સંબંધ તો કાપી નાખ્યો, પરંતુ એનું ભણતર બગડવા માંડ્યું. ભણવાના વિચાર ઓછા થઈ ગયા અને આપઘાતના વિચારો સુધી પહોંચી ગયો. આજે એ અધિકારી એમના પુત્રને લઈને સ્વામીશ્રી પાસે આવ્યા હતા. સ્વામીશ્રીએ તરત જ એ પુત્રની નજરમાં નજર મેળવીને કહ્યું, 'આપઘાત કરવાનો તો વિચાર જ ન કરવો. ભગવાને આપણને જન્મ આપ્યો છે, તો એમની ઈચ્છા હોય ત્યારે ભલે જીવન પૂરું થાય, પણ આપણે આપણી રીતે ખોટી રીતે મરવું નથી. પપ્પા કદાચ આપણને વઢ્યા હોય, પણ એ તો વડીલ છે. એમાં આપણને ખોટું લાગવું જોઈએ નહીં. વડીલ આપણા સારા માટે કહેતા હોય તો સહન કરવું. એમણે આપણા હિત માટે કહ્યું છે. એમને બીજો કોઈ રાગદ્વેષ નથી કે તને હેરાન નથી કરવો. એટલે મનમાં એ ધાર્યા વગર બધું ભૂલી જા અને ખાસ તો પેલો જે સંબંધ થયો છે એ તો હવે ભૂલી જ જા. ભણવાનું ચાલુ રાખ. ભગવાન તને બીજી સારામાં સારી કન્યા આપશે.'
સ્વામીશ્રીએ એના ડૂબતા જીવનને ઉગાર્યું. (તા. ૩-૩-૨૦૦૬, અમદાવાદ)
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]