પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૭
નૈરોબી, તા. ૧૭-૫-૧૯૭૦
સવારે યોગીજી મહારાજ સ્નાનાદિક વિધિમાં જઈ રહ્યા હતા. દૂર હરિમંદિરમાં આરતી થતી હતી. (હૉલના બીજા છેડે) સ્વામીશ્રી રોજ ખુરશી ઊભી રખાવતા અને આરતીનાં દર્શન કરતા. આજે પણ ખુરશીમાં બેસીને દૂરથી આરતીનાં દર્શન કરી રહ્યા હતા. પછી એકદમ ઊભા થઈ ગયા.
'કેમ ઊભા થઈ ગયા ?' નારાયણ ભગતે પૂછ્યું.
'આજે એકાદશી છે એટલે,' સ્વામીશ્રીએ હાજર જવાબ આપ્યો. એમનો અભિપ્રાય કોણ સમજી શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]