પ્રેરણા પરિમલ
અમારે ભગવાનનો ટેકો છે
પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં સ્વામીશ્રી મહેન્દ્રભાઈ મશરુના ઘરે ઉતારે બિરાજમાન હતા. બપોરે આરામ બાદ પલંગ પર બેઠાં બેઠાં જ સ્થાનિક હરિભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન વારે વારે ડાબો-જમણો હાથ વારાફરતી પાછળ ટેકવતા હતા. એ જોઈ સંતોએ કહ્યું : 'બાપા ! આપ સોફા પર બિરાજો તો ટેકો રહે...'
તરત સ્વામીશ્રી કહે : 'અમારે ભગવાનનો ટેકો છે એ મોટો છે. બીજા ટેકાની જરૂર ન પડે.'
ભગવાનની અખંડ સંનિધિ અનુભવી રહેલ પુરુષના આ ઉચ્ચાર છે. સ્વામીશ્રીને ભગવાનની અપરોક્ષાનુભૂતિ સહજ છે. શ્રીહરિમાં નિરંતર રમમાણ રહેતા સ્વામીશ્રીને ભૌતિક ટેકાની શી વિસાત !
Vachanamrut Gems
Panchãlã-7.9:
Not Developing Delusion in God
"… Furthermore, whichever human traits seem apparent in that God should be understood to be like the 'mãyã' of a magician. One who has such an understanding does not develop any form of delusion for that God in any way."
[Panchãlã-7.9]