પ્રેરણા પરિમલ
સાધુતાના માર્ગની ટ્રેઇનિંગ
અક્ષરમંદિર ગોંડલમાં સ્વામીશ્રી વિરાજમાન હતા. સવારે યોગીજી મહારાજના રૂમમાં સ્વામીશ્રી પ્રદક્ષિણા કરી શકે એટલી જ જગ્યા બચી હતી. એ સિવાય એ ઓરડામાં સાથે ફરતા સાધકો ગોઠવાઈ ગયા હતા. સૌએ સ્વામીશ્રી આગળ યોગીજી મહારાજનું વાક્ય ઉચ્ચાર્યું, 'જ્યાંત્યાં, જેમતેમ, જેવુંતેવું ચલાવી લેતા શીખવું.' આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'બોલ્યા તો ખરા, પણ પરીક્ષા થવી જોઈએ ને ?'
'હા, બાપા !'
'યોગીજી મહારાજ તો કોથળા ઉપર સૂઈ રહેતા. પહેલું આ કરવું પડે. પંગતમાં બીજા બધાને મિષ્ટાન્ન મળે, પણ આપણને ખાલી રોટલા જ મળે તો ચલાવવાનું ?'
'હા.'
'બોલો છો તો ખરા, પણ હવે પછી પરીક્ષા થશે.'
સ્વામીશ્રીએ હસતાં હસતાં વિદેશની સાહ્યબીમાં ઊછરેલા આ સાધકોને સાધુના માર્ગની ટ્રેઇનિંગ આપી. (૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Loyã-2:
A Devotee Who has Courage
"All of the indriyas and antahkaran tremble with fear before a devotee who has courage. Also, he is not afraid of anyone. So, he does not transgress any of God's injunctions in any way. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
[Loyã-2]