પ્રેરણા પરિમલ
તિલક-ચાંદલો કાયમ કરવો
મુલાકાતો દરમ્યાન લંડનથી રમેશ દેપાલા વગેરે યુવકો આવ્યા. રમેશનાં લગ્ન હતાં, એ નિમિત્તે આવેલા નવ જેટલા યુવકો પ્રમુખસ્વામી મહારાજને મળ્યા. રમેશે સ્વામીશ્રી અને હરિકૃષ્ણમહારાજની કંકોત્રી આપી. પહેલા હરિકૃષ્ણ મહારાજની કંકોત્રી આપી એટલે સ્વામીશ્રી કહેઃ 'આ બરાબર છે. ભગવાનને આગળ રાખવા. ભગવાનને પહેલું આપવું તો એ પહેલા આપણને આશીર્વાદ આપે. સંસાર-જીવનમાં સુખશાંતિ રહે. કાયમ ભગવાનને પહેલા રાખજે.' આટલું કહ્યા પછી સ્વામીશ્રીએ સૌના કપાળની સામે જોયું. બધાએ તિલક ચાંદલા કર્યા હતા.
સ્વામીશ્રીએ પૂછ્યું, 'રોજ તિલક-ચાંદલો કરો છો ને ?!'
બધાએ 'હા' પાડી, પરંતુ એમાંનો એક કહે, 'લંડનમાં હોઉં ત્યારે કરતો નથી.'
સ્વામીશ્રીએ એને પાછો બોલાવ્યો અને કહ્યું, 'તમે લગ્ન નિમિત્તે જશો ત્યાં તમને ચાંદલો કરશે જ. એમ અત્યારે તું અહીં આવ્યો છે એ ભગવાનના લગ્નમાં આવ્યો છે. માટે અમે તને ચાંદલો કરીએ છીએ કે રોજ તારે કાયમ ચાંદલો કરવો.'
આટલું કહીને પોતાના જમણા હાથનો અંગૂઠો સ્વામીશ્રીએ એના કપાળ ઉપર ચોટાડ્યો અને ચાંદલો કરવાની આજ્ઞા કરી.
સ્વામીશ્રીનો આવો અનુગ્રહ પામી તે યુવક કૃતાર્થ થઈ ગયો. (તા. ૧૫-૦૭-૨૦૦૬, બોચાસણ)
Vachanamrut Gems
Loyã-10:
Atma Contemplation Like That of King Janak
"… Similarly, a devotee with gnãn like Janak, harbours the thought, 'I am the ãtmã - pure, chetan, unchanging, the embodiment of bliss, and imperishable. Vishays like women and other things, however, are full of misery; they are vain, perishable, and jad.' With this thought, he believes only his own self, the ãtmã, as being the embodiment of bliss. Also, he believes, 'The pleasure and pleasantness which are apparent in the vishays - i.e., sounds, touch, etc. - are only experienced due to the ãtmã. But, when the ãtmã leaves the body, that which was once pleasurable becomes miserable.' He contemplates upon his ãtmã in this manner."
[Loyã-10]