પ્રેરણા પરિમલ
ભગવાન ભજવાની સાચી રીત
બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ રોજના ક્રમ મુજબ મંદિરે દર્શન કરવા પધાર્યા.
પુરુષોત્તમ સ્વામીની દેરીએ લંડનના યુવકો ઊભા હતા. સૌ સમૂહમાં ગાઈ રહ્યા હતા, 'જે દુઃખ થાય, તે થાજો રે...' એમાં કડી આવી, 'પિંડ પડે તોય પડવા રે દેજો...' આ સાંભળીને સ્વામીશ્રી કહે, 'વોટ ઈઝ પિંડ?'
'બોડી.' એક કિશોરે કહ્યું. સ્વામીશ્રીએ એનો વિસ્તાર કરતાં કહ્યું, 'પિંડ એટલે શરીર. ભગવાન ભજવામાં શરીર પડી જાય, તો પણ આપણે ભગવાનને મૂકવા નથી, એવી દૃઢતા કરવાની છે. તો ભગવાન રાજી થાય અને અક્ષરધામ મળે.' આમ, સાવ સીધા સાદા પ્રસંગમાં સ્વામીશ્રીએ લંડનની ધરતી પર ઉછરેલા યુવકોને ભક્તિની દૃઢતા શીખવી દીધી. (તા. ૧૫-૦૭-૨૦૦૬, શનિવાર, બોચાસણ)'
Vachanamrut Gems
Loyã-9:
The Need of a Satpurush To Attain Gnan
"Gnãn arises if one listens to the Upanishads such as the Bruhadãranya Upanishad, Chhãndogya Upanishad, Kathavalli Upanishad, etc.; the Bhagwad Gitã; the Vãsudev Mãhãtmya; the Vyãs Sutra and other scriptures from a Satpurush."
[Loyã-9]