પ્રેરણા પરિમલ
કથામાં બેસાય એ જ આરામ...
૧૯૮૬માં સ્વામીશ્રી બીમારી પછી આરામ માટે સૌની વિનંતીથી સારંગપુર રોકાયા હતા. એકવાર સંત સ્વામી તેઓને કહે : 'આપને તો અહીં આરામ કરવા બોલાવ્યા છે ને તમે તો ત્રણ-ત્રણ વખત કથામાં જવાનું શરૂ કર્યું !'
સ્વામીશ્રી કહે : 'ભગવાનની દયાથી બધું બરોબર છે, અહીં બેસી રહેવું તેના કરતાં ત્યાં બેસવું શું ખોટું ?'
ફરીવાર સંત સ્વામીએ આરામ કરવા પ્રાર્થના કરી ત્યારે પણ સ્વામીશ્રીએ કહ્યું : 'સ્વામી ! આરામ પૂરતો મળે છે. આપણે તો કથામાં બેસાય એ જ આરામ. સૌ તમારી કથા સાંભળે તો અમારેય સાંભળવી જોઈએ ને ! ક્યારેક આવો લાભ મળે.'
નારદ ભક્તિસૂત્રમાં ગર્ગને મતે ભક્તિની વ્યાખ્યા કરતાં કહ્યું કે : 'કથાદિષુ (અનુરાગઃ) ઇતિ ગર્ગઃ ।' ભગવાનની કથામાં એવો ઉત્કટ પ્રેમ કે કથા સાંભળ્યા વિના રહી ન શકે એ ભક્તિનું એક લક્ષણ છે.
Vachanamrut Gems
Panchãlã-2:
God is One and Unparalleled
"Also, one should understand, 'God is one and unparalleled, while others such as Prakruti-Purush, etc., are His devotees and meditate on Him.' That is why they are referred to as forms of God. Just as a great sãdhu who meditates on God is known as a form of God, in the same way Prakruti-Purush, etc., are also forms of God…"
[Panchãlã-2]