પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-4-2017, અમદાવાદ
રવિસભામાં આજે સ્વામીશ્રીએ ખૂબ સુંદર આશીર્વર્ષા કરતાં જણાવ્યું:
‘સ્વભાવ મુકાય તો અહીં જ અક્ષરધામ... મહારાજ-સ્વામીનું સ્વરૂપ સમજાય તો કાંઈ બાકી ન રહે. એક-એક સ્વભાવને ચોટલી પકડીને ખાયખપૂચીને મંડીએ તો જાય. ‘એકાંતિક થવું છે’, તે નિશાન રાખવું. નહીં તો ભટક્યા જ કરીએ. ગમે ત્યાંથી શરૂઆત કરો - અમદાવાદથી, રાજકોટથી કે નડિયાદથી; પણ બધાએ અંતે અક્ષરધામમાં પહોંચવાનું છે. આપણે હાં હાં ગડથલ કરીએ તેને મહારાજ એકાંતિક ભક્તિમાં ફેરવી નાખે. મહારાજે અસંખ્ય એકાંતિક ભક્તો બનાવ્યા છે અને આજે પણ તે ચાલુ છે.’
Vachanamrut Gems
Gadhadã II-14:
One who is Nirgun
“… Regardless of whether he follows the path of nivrutti or the path of pravrutti, the sãdhu who has such an unshakeable conviction is still nirgun…”
[Gadhadã II-14]