પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-12-2010, મુંબઈ
ગોંડલના અક્ષરનિવાસી પ્રભુદાસ નંદલાલભાઈ વસાણીના જમાઈ નિમેષભાઈ ઠક્કરનો ફોન હતો. તેઓ સ્વામીશ્રીને કહે : ‘મોક્ષ જોઈએ છે, તો શું કરવું ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનનો આશરો રાખવો. ભજન-ભક્તિ કરજો, નિયમ-ધર્મ પાળજો, એટલે મોક્ષ થશે. ‘ભગવાને આવું કેમ કર્યું ?’ એવું થવું ન જોઈએ.’
નિમેષભાઈ કહે : ‘જન્મોજન્મનાં પાપ બળે એવો કોઈ રસ્તો ખરો ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનનો આશરો છે તો પૂર્વનાં પાપના નિવારણ માટે ભક્તિ કરવાની.’
Vachanamrut Gems
Gadhadã I-44:
False Understanding
"Therefore, as long as a person believes the body to be his true self, his entire understanding is totally useless…"
[Gadhadã I-44]