પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૩
નકુરુ, તા. ૧૪-૫-૧૯૭૦
અહીં ઉતારે યોગીજી મહારાજ જમીને ઊઠ્યા ને કાંતિભાઈ (શ્રીહરિ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ) રજા લેવા આવ્યા. સ્વામીશ્રી ત્યાં જ બેસી રહ્યા અને કહે, 'તમે વર્તમાન ભલે ન ધરાવો પણ અમારું આટલું વેણ રાખો કે તમારે પીવું નહિ...' એવા તે સ્નેહાર્દ્રભાવે સ્વામીશ્રી બોલ્યા કે કાંતિભાઈ સ્વામીશ્રી સામું જોઈ ન શક્યા.
કાંતિભાઈ મૌનથી સંમત થયા.
'તમારે ખાવું નહિ, એટલું વેણ રાખો. ભલે તમે વર્તમાન ન ધરાવો, પણ આટલું વેણ રાખો...' એવી તો હૃદયની વાણીથી સ્વામીશ્રી બોલ્યા કે વજ્ર પણ ઓગળી જાય. કાંતિભાઈ ગળગળા થઈ ગયા. એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને એમણે મૌનથી જ સ્વામીશ્રીની આજ્ઞાનો સ્વીકાર કર્યો. પાંચ મિનિટ કથામાં બેસી, હળવે હૈયે સ્વામીશ્રીની રજા લઈને ગયા. સ્વામીશ્રીનો સંકલ્પ એમના અંતરનો નિઃસ્વાર્થ ભાવ, સૌને વ્યસન છોડવાની અદ્ભુત પ્રેરણા આપતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Principle for Liberation
"I, Myself, have attentively listened to all of the scriptures which Vyãsji has written regarding the attainment of liberation. The main principle prevalent in all those scriptures, and the only principle for the liberation of the jiva is simply this: The sole creator, sustainer and destroyer of this entire cosmos is God."
[Gadhadã II-21]