પ્રેરણા પરિમલ
રાત બધી ભગવાનનું ભજન કરીએ...
ઉત્તરાખંડની યાત્રામાં સ્વામીશ્રી હિમાલયનાં તીર્થોમાં વિચરી રહ્યા હતા. સાથે ૩૫૦ જેટલા સંતો ને હરિભક્તોનો મોટો સંઘ. સૌનો રાત્રિનિવાસ ઉત્તરકાશીમાં ભાગીરથીતટે આવેલા કૈલાસ આશ્રમમાં હતો. હિમાલયના ચઢાણ-ઉતરાણ ને અનિયમિત વિશ્રામને લીધે સૌ થાક્યા-પાક્યા નિદ્રાધીન થયા હતા પણ એક આત્માની નીંદ ઊડી ગઈ હતી - એ હતા સ્વામીશ્રી.
નજર સામે ખળખળ વહેતી ભાગીરથી : દૂધમલિયું આકાશ : સઘન વનરાજીમાંથી આવતો પવન : નીરવ શાંતિ : અનોખું એકાંત : સ્વામીશ્રી પથારીમાં બેઠા થઈ ધૂન કરવા લાગ્યા. બાજુમાં નીચે સૂતેલા સેવક નારાયણચરણ સ્વામી હળવે ફફડતા હોઠ ને તાળીના લગારેક થતા અવાજને પારખી ઝટ જાગી ગયા. ઘડીભર તેઓ પણ સ્વામીશ્રી સાથે ધૂન કરવા લાગ્યા. ૨૦ મિનિટ પછી પૂછ્યું : 'બાપા ! પોઢવું નથી ?'
સ્વામીશ્રી કહે : 'એમ થાય છે કે રાત બધી ભગવાનનું ભજન કરીએ. આવું સરસ સ્થાન છે તે... ઊંઘવાનું તો છે જ ને પછી...'
મધરાતે એકાંતમાં સ્વામીશ્રીની ભજનની લગની દંગ કરી દે તેવી હતી.
છેવટે સેવકના આગ્રહને વશ થઈને પોઢ્યા, તે વખતે રાત્રિના ૨ વાગ્યા હતા !
Vachanamrut Gems
Loyã-17:
Those Who Survive in Satsang only until they are Confronted by an Adverse Situation
Nityãnand Swãmi then asked, "Someone may identify his self with the body and may be attracted to the panchvishays as well; yet he seems to survive in the Satsang fellowship. How can this be explained?"
Shriji Mahãrãj replied, "He survives in Satsang only as long as he is not confronted by an adverse situation. If a great sãdhu or God were to denounce his egotism, cravings for taste, avarice, lust, anger or his belief that he is the body, then he would surely develop contempt for that sãdhu. Then he would certainly malign him and thus fall from Satsang…"
[Loyã-17]