પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-4-2017, અમદાવાદ
આજે પોઢાડવા આવેલા સંતોને ઉદ્દેશીને સ્વામીશ્રી કહેવા લાગ્યા : ‘દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી, એ આપણી સેવા છે. ઊંચાઈએ જવું હોય તો આ છે.’
નાગપુર પ્રતિષ્ઠા વખતે પોતે અનુભવેલી વાત કરતાં જ્ઞાનચિંતનદાસ સ્વામી કહે : મેં આપને કહેલું કે ‘કાંઈક નિયમ આપો.’ તે વખતે પણ આપે આ જ કહેલું : ‘દરેકને નિર્દોષ સમજવા, દિવ્ય સમજવા, આ નાનું લાગે પણ મોટું છે.’
‘સાર આ જ છે.’ સ્વામીશ્રીએ અત્યારે કહ્યું.
પછી કહે : ‘એક નંબરની સાધના દિવ્યભાવની છે.’
Vachanamrut Gems
Gadhadã II-20:
Attributes of one who is Atmic-Conscious
“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
[Gadhadã II-20]