પ્રેરણા પરિમલ
...તો શાંતિ થઈ જશે
પ્રમુખસ્વામી મહારાજ પત્રવાંચન કરતા હતા. એવામાં લંડનથી કુશલ નામના એક કિશોરનો ફોન આવ્યો. એ કહે, 'સ્વામીબાપા ! આપનાં દર્શનની ખૂબ તાલાવેલી લાગી છે. ઘણાં સમયથી આપનાં દર્શન નથી થયાં, એને લીધે ખૂબ વ્યાકુળતા થાય છે.'
સ્વામીશ્રીએ તેને બળ આપતાં કહ્યું, 'ત્યાં આપણું મંદિર છે, ત્યાં મંદિરમાં શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને બધા દેવોની મૂર્તિઓનાં દર્શન કરવાં. નિત્યપૂજામાં પણ ભગવાનની મૂર્તિઓ હોય છે. ત્યાં રોજ પ્રાર્થના કરીએ તો શાંતિ મળે. માટે પ્રાર્થના કરવી. શાંતિ થઈજશે.'
સ્વામીશ્રીએ તેની મૂંઝવણનો સરળ અને સચોટ ઉપાય આપી દીધો. (તા. ૯-૦૭-૨૦૦૬, રવિવાર, બોચાસણ.)
Vachanamrut Gems
Loyã-17:
What Causes One to Spite a Sadhu and Even God
"… On the other hand, one who believes one's self to be the body and does not have an intense aversion for the panchvishays would spite a sãdhu if he were to denounce the vishays, even though the sãdhu may be senior. Such a person would ultimately spite God as well…"
[Loyã-17]