પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-5-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ આજે સાંજે સામેથી ઇચ્છા વ્યક્ત કરી : ‘ચાલો, ઠાકોરજીનાં થાળનાં દર્શન કરતા આવીએ...’ એમ કહી ઠાકોરજીને થાળ ધરાવવામાં આવે છે ત્યાં પધાર્યા. ભાવથી થાળગાનમાં જોડાયા અને પછી વિદાય થયા. સ્વામીશ્રી અચાનક ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા તેનું કારણ પછીથી સૌને સમજાયું.
વાત જાણે એમ હતી કે ઓમ પટેલ નામનો સાતમા ધોરણમાં ભણતો બાળક આજે સવારે સ્વામીશ્રીનાં દર્શન કરવા મંદિરે આવ્યો હતો. સ્વામીશ્રી સામાન્યતઃ 7-00 થી 7-20 દરમિયાન ઝરૂખે દર્શન આપતા હોય છે. પણ આજે વહેલા ગયા હતા. અને 7-10 વાગ્યે તો રૂમમાં પધારી ગયા હતા. તેથી આ બાળકને દર્શન ન થયાં. તે રડવા જેવો થઈ ગયો. દિવ્યરત્નદાસ સ્વામીએ કહ્યું : ‘હવે સ્વામી તો રોજ દર્શન આપે છે ! કાલે ફરી આવજે.’
તેણે કહ્યું : ‘પણ સ્વામી ! મારે અત્યારે વૅકેશનમાં ઇંગ્લિશ સ્પીકિંગ અને સ્વિમિંગના ક્લાસ ચાલે છે, ગુરુવારે એક જ દિવસ રજા હોય છે...’
દિવ્યરત્નદાસ સ્વામીએ રસ્તો કાઢતાં કહ્યું : ‘તો તને સ્વામીના હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરાવી દઉં...’
તેમણે હરિકૃષ્ણ મહારાજનો મહિમા કહ્યો. તે તૈયાર થયો, પણ તે પહેલાં તે તેનાં મમ્મીને મળી આવ્યો... તેને વિચાર આવ્યો હતો કે ‘આખો દિવસ રોકાઈ જવું, કદાચ સ્વામીનાં દર્શન થઈ જાય.’ તેના મમ્મીએ હા પાડી. તે રોકાઈ ગયો. સંતોએ ઠાકોરજીની રૂમ બતાવી દીધી. તેણે ભાવપૂર્વક ઠાકોરજીના અલ્પાહારનાં, મધ્યાહ્ન ભોજનનાં તથા ફ્રૂટ-ગ્રહણનાં દર્શન કર્યાં. પ્રાર્થના કરી... અને રાત્રે પણ થાળમાં આવીને બેઠો.
થોડી વાર થઈ ત્યાં સ્વામીશ્રી પધાર્યા. તેની બાજુમાં જ આવીને ઊભા રહી ગયા. એને તો જાણે લૉટરી લાગી. તક જાણીને તેણે ચરણસ્પર્શ પણ કરી લીધા... તેનો આનંદ સમાતો નહોતો. તેનો સંકલ્પ પૂરો કરવા જ સ્વામીશ્રી સામે ચાલીને પધાર્યા હતા. (બે દિવસ પછી સ્વામીશ્રીએ આ વાતનું સમર્થન આપતાં કહ્યું હતું કે ‘એ ટાઇમે હું ક્યારેય નીકળતો નથી.’)
Vachanamrut Gems
Gadhadã II-19:
Sushka-Vedanta Scriptures Corrupt the Mind
Then, addressing the paramhansas, Shriji Mahãrãj said, “To learn about the beliefs of those possessing shushka-gnãn, I listened to their scriptures. Merely hearing them, though, has caused much grief in My heart. Why? Because by listening to the shushka-Vedãnta scriptures, the upãsanã of God is dispelled from one’s mind, and a sense of equivalence arises in one’s heart, whereby one begins to worship demigods. By listening to the words of those shushka-Vedãntis, one’s mind becomes extremely corrupted. In fact, even though I listened to the principles of shushka-Vedãnta with a specific purpose, doing so has brought Me much grief.”