પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
ભોજન પછી સ્વામીશ્રી મિટિંગોમાં વ્યસ્ત રહ્યા. ખાસ કરીને ભાદરા ગુણાતીત-સ્થાનમાં દેશ-વિદેશથી અનેક હરિભક્તો લાભ લેવા આવવાના હતા. પ્રતિષ્ઠામાં મર્યાદિત હરિભક્તોને જ બેસાડી શકાય એવું હતું. એમાં પણ પૂજારા પરિવાર અને ખાસ કરીને દાજીબાપુના પરિવારના સભ્યો તથા ભાદરા ગ્રામ-વાસીઓ વગેરેની વિશેષ ચિંતા સ્વામીશ્રી કરી રહ્યા હતા. પ્રતિષ્ઠાવિધિ દરમ્યાન મંદિરના ઘુમ્મટમાં કોને ક્યાં બેસાડવા એ બધી વ્યવસ્થાની સેવા અંગેની આજ્ઞા સ્વામીશ્રીએ એક સંતને કરી હતી. આજે પણ સ્વામીશ્રીએ એ સંતને બોલાવ્યા અને મંદિરના ઘુમ્મટના નકશા સાથે જેને જ્યાં બેસાડવાની વ્યવસ્થા તેમણે કરી હતી એ વ્યવસ્થા સ્વામીશ્રીએ વિગતે ઊંડાણપૂર્વક જોઈ. ચંદ્રકાન્તભાઈ પૂજારા, કુમારભાઈ પૂજારા અને તેમનો પરિવાર તથા દાજીબાપુ પરિવારમાંથી નિર્મળસિંહ રાણા અને તેઓના 25 જેટલા પરિવારના સભ્યોની અને અમેરિકા રહેતા ગામના મનસુખભાઈ ભંડેરી તથા ગામના હરિભક્તો તથા આગેવાનોની વ્યવસ્થા સ્વામીશ્રીએ ધ્યાનપૂર્વક જોઈ.
આ વ્યવસ્થાની ચર્ચા પછી સ્વામીશ્રી ધર્મકુંવર સ્વામી, જ્ઞાનપ્રસાદ સ્વામી તથા નારાયણમુનિ સ્વામી સાથે મિટિંગમાં બેઠા. યોગીજી મહારાજના સમયમાં અહીં પ્રથમ વખત એક શિખરના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે હૅલિકૉપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ થાય એવો સંકલ્પ ઘનશ્યામસિંહ બાપુએ કર્યો હતો. આ વખતે પ્રતિષ્ઠા દરમ્યાન પુષ્પવૃષ્ટિનો સંકલ્પ અમેરિકા રહેતા મૂળ આ ગામના મનસુખ ભંડેરીએ કર્યો હતો. સ્વામીશ્રી રોજ આ બાબતમાં ચર્ચા કરતા હતા. આજે પણ સ્વામીશ્રીએ આ વાત ચર્ચામાં લીધી. મુંબઈથી તીર્થસ્વરૂપ સ્વામી હૅલિકૉપ્ટરની વ્યવસ્થા કરી રહ્યા હતા. પહેલાં તો આ હૅલિકૉપ્ટર ધ્રોળ ઉતારવાની વાત હતી, પરંતુ ધ્રોળને બદલે ભાદરામાં જ હૅલીપેડ બનાવી દેવાની સૂચના સ્વામીશ્રીએ આપી. વળી, હૅલિકૉપ્ટરમાં પુષ્પવૃષ્ટિ દરમ્યાન કોણ બેસશે એ બાબતમાં પણ સ્વામીશ્રીએ ઊંડો રસ લીધો.
સ્વામીશ્રી કહે : ‘મનસુખને બેસાડવો.’
એક સંત કહે : ‘એની ઇચ્છા નથી.’
સ્વામીશ્રી કહે : ‘ના, એને ખાસ બેસાડવો. એના દીકરાને પણ બેસાડવો અને ઘનશ્યામસિંહ બાપુનો સંકલ્પ હતો એટલે એ પરિવારમાંથી શંભુસિંહના દીકરા હિતેન્દ્રસિંહને પણ બેસાડવા. સાથે સાથે વીડિયોવાળો પણ રાખવો.’
વળી, સમૈયા દરમ્યાન ગામના લોકોને જમવાનું આમંત્રણ આપવાની સ્વામીશ્રીએ સૂચના આપી.
સ્વામીશ્રી માનવ-મનના અલૌકિક માલમી છે.
Vachanamrut Gems
Gadhadã III-27:
The Kinds of Obstinacy that Should be Kept and Not Kept
“The details of the kind of obstinacy a devotee should and should not keep are as follows: One type of obstinacy is observing the vows of non-lust and other such vows; the other type of obstinacy is behaving with the feeling that one will be able to sleep only if one’s place is here and not if it is elsewhere. The latter and other innumerable forms of obstinacy that are the result of trivial swabhãvs should not be considered the same as the former type of obstinacy. The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial. That type of obstinacy should be kept with an understanding of its importance. But if the latter type of obstinacy, which is due to swabhãvs, is formed, it should be thought of as worthless; and if the Sant asks one to abandon it, it should be abandoned. The former type of obstinacy, however, should not be abandoned.”
[Gadhadã III-27]