પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૯
મુંબઈ, તા. ૯-૭-૧૯૭૦
મુંબઈ મંદિરમાં યોગીજી મહારાજને ઊતરવાનો ઓરડો જરા મોટો કર્યો હતો. તેથી ઘણા સંતો-હરિભક્તોની અંદર અવરજવર રહેતી. ગડબડ પણ વધી જતી. સ્વામીશ્રી કહે, 'મેં ના પાડી હતી કે રૂમ મોટો ન કરશો, છતાં કર્યો. ઓલો નાનો સારો હતો.'
'બાપા ! હવા ચોખ્ખી મળે ને,' મેં કહ્યું.
'એંશી વરસ કાઢી નાખ્યા, હવા વગર. ચોખ્ખી હવાનું શું કામ છે ?' સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું.
એંશી વરસ સુધી તેમણે પોતાના દેહની લેશમાત્ર પરવા કરી નથી. ઊલટું કષ્ટ જ સહન કર્યું છે. તેમને આવી થોડી ઘણી સવલતો પણ કેવી અકારી લાગે છે તે આવા પ્રસંગોએ કળાઈ આવે છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]