પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-5-2017, અમદાવાદ
સ્વામીશ્રી ભક્તોને લાભ આપવા ઝરૂખે પધાર્યા. આજે આશીર્વાદ વરસાવતાં તેઓ બોલ્યા :
‘નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ;
મહિમા વિનાનો મૂરખો, મહિમાથી માલામાલ.’
સત્સંગમાં મહિમા ન હોય તો તે સત્સંગ જ ન કહેવાય. અને મહિમા સાચો છે. કલ્પના નથી. મહારાજ સર્વોપરી, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને સત્પુરુષો સાચા છે. અને હજારો એકાંતિક ભક્તો થઈ ગયા છે. ગપગોળા નથી. મહિમા વિના સત્સંગ સમજાય નહીં, ગમે એટલી માથાકૂટ કરો તોય ન સમજાય. મહિમા અંતરથી આવે, જીવથી આવે તો કામ થાય. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. સત્સંગમાં આગળ વધવાનો બીજો કોઈ ઉપાય નથી. મહિમા વિના મેરુ જેટલાં સાધન કરે, પણ તે મહિમાયુક્ત અણુ જેટલા સાધનની તોલે ન આવે. જેમ કરોડ મચ્છર ગરુડની તોલે થઈ શકે નહીં.
હવે બીજી વાત, હરિભક્તને પરસ્પર હેત ન હોય, કોઈ માટે તિરસ્કાર, ઘૃણા હોય તો સાધન અપાર કરે, તોપણ તે વૃથા છે.
‘કોઈ સાથે બને નહીં’ એવું તો રાખવું જ નહીં. આપણે કોઈ સાથે બને નહીં તો શ્રીજીમહારાજને આપણી સાથે બને નહીં. મહિમા એ પ્રાણ છે. જેમ આપણાં બધાં અંગ સારાં હોય પણ શ્વાસ રુંધાય તો ? તેમ મહિમા વિના જાણવું. મહિમા રસ છે. સાધન કૂચાં છે. મહિમા અને સત્સંગને એકદમ સંબંધ છે.’
Vachanamrut Gems
Gadhadã II-16:
How to Strengthen one's Shraddha
Again, Akhandãnand Swãmi asked, “If one has weak shraddhã, how can it become stronger?”
Shriji Mahãrãj replied, “If one can realise the greatness of God then even if one has weak shraddhã, it will grow stronger…”
[Gadhadã II-16]