પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-8-2016, સારંગપુર
આજે બપોરે ભોજન બાદ સ્વામીશ્રી હરિભક્તોને દૃષ્ટિ દ્વારે મળતાં મળતાં ઉતારે પધારતા હતા. તે વખતે અમદાવાદના શ્યામલભાઈ તેમના નાનકડા પુત્ર જીતેન્દ્રને લઈને ઊભા હતા. સ્વામીશ્રી બાળકને જુએ એટલે અવશ્ય ઊભા રહે, તેના મસ્તકે હાથ મૂકી વહાલ કરી આશીર્વાદ આપે જ. અહીં પણ એ જ ઘટનાક્રમ થયો.
પરંતુ જેવો સ્વામીશ્રીએ જીતેન્દ્રના માથે હાથ મૂક્યો કે તરત જીતેન્દ્રએ પણ પોતાનો નાનકડો હાથ તેઓના માથે મૂકવા લંબાવ્યો. આ જોઈ તેના પિતાએ તરત જ બાળકનો તે લંબાયેલો હાથ ખેંચી લીધો. પણ સ્વામીશ્રી હસતાં હસતાં હાથ મુકાવવા ઊભા રહ્યા અને બોલ્યા : ‘મૂક... મૂક...’
આ નીરખનાર સૌ ‘નિર્માની જ્ઞાની અતિ નીકે...’ સ્વામીશ્રી પર ઓવારી ગયા.
Vachanamrut Gems
Sãrangpur -2:
Darshan of God
"… When a devotee does darshan of God, he should do so with an attentive mind and concentrated vision…"
[Sãrangpur -2]