પ્રેરણા પરિમલ
ભગવાન તો બધું જોનારા છે ને !
સ્વામીશ્રી ૧૯૮૮માં વિયેના(ઓસ્ટ્રીયા)માં હતા. વૈશાખ વદ બારસનો દિવસ હતો. લંડનથી થોડા યુવકો પણ આ દેશોના વિચરણમાં સાથે જોડાયા હતા. સાંજે લંડનમાં વિશિષ્ટ સભા આયોજિત થઈ હતી. સ્વામીશ્રી પ્લેનમાં પધારવાના હતા. તેથી બપોરે આરામમાં જતાં પૂર્વે બે યુવકો સ્વામીશ્રી પાસે આવ્યા. વિનંતી કરી કે આપની સભા લંડનમાં ચાલુ હશે, ત્યારે તો અમે બાય રોડ લંડનના રસ્તે હોઈશું. માટે અત્યારે આપને હાર પહેરાવી લઈએ.
સ્વામીશ્રીએ એમની લાગણીને સ્વીકારી પણ અંતર્યામીપણે કહ્યું : 'હાર સિવાય બીજું કંઈ કરવાનું નથી...ટોપું ઘાલવાનું નથી.'
હકીકતે યુવકોએ પુષ્પોનો મુગટ તૈયાર કરી સ્વામીશ્રીને પહેરાવવા વિચારેલું... તેથી બધા કહે : 'આપ હા પાડો.'
સ્વામીશ્રીએ ઘસીને ના કહી : 'મુગટ શ્રીજીમહારાજને જ ધરાવાય.'
યુવકો કહે : 'પણ બાપા ! આ વાત અમે કોઈને નહીં કહીએ, છેવટે આપની પાઘમાં પુષ્પોના તોરા વીંટવા દ્યો.'
સ્વામીશ્રી કહે : 'ભલા'દમી ! કોઈ શું, ભગવાન તો બધું જોનારા છે ને ! અને આપણે ભક્તિ કરવાની છે તેમાં લોકોને જણાવવા ન જણાવવાની વાત જ કયાં છે ! ભગવાન બધું જાણે છે ને જુએ છે...'
સ્વામીશ્રી મક્કમ રહ્યા. સભા થઈ. પુષ્પનો મુગટ ન જ પહેર્યો. ગુલાબનો ભવ્ય હાર ઠાકોરજીને ધરાવીને પ્રસાદીરૂપે સ્વામીશ્રીએ અંગીકાર કર્યો. બધાની ઇચ્છાથી ઘડીવાર ધારણ કરી રાખ્યો... મુગટ પહેરાવી જે દિવ્ય આનંદ લેવો હતો તેથી વધુ સુખ આજે આ યુવકોને આવ્યું.
સ્વામીશ્રી એક વિરાટ સત્સંગ સમાજના ધારક-પોષક ને સંવાહક ગુરુવર્ય છે. તો પણ 'એક રતી બિન એક રતિ કો' - પોતાના ઇષ્ટદેવની ઉપરવટ જઈ ક્યારેય મસ્તક આગળ કર્યું નથી.
Vachanamrut Gems
Gadhadã II-2:
Overcoming Lust, Anger, etc...
"… Similarly, through the bliss of one's ãtmã, one should remain fulfilled within. Externally, one should obstruct the 'inflow' of the vishays through the indriyas. This is the only definite method for overcoming lust, anger, etc. Except for this, though, they cannot be overcome by fasting alone. So please imbibe this thought firmly in your lives."
[Gadhadã II-2]