પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-4-2010, અમદાવાદ
સ્વામીશ્રી અભિષેક મૂર્તિનાં દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણામાં હનુમાનજી-ગણપતિજીનાં દર્શન કરીને સભામંડપ તરફના મંદિરનાં પગથિયાંની પગથારે આવ્યા. એક બાજુ મંદિરમાં કીર્તન ગવાઈ રહ્યું હતું, બીજી બાજુ ચોકમાં એકત્ર થયેલા હરિભક્તો જુદી જુદી તરાહોમાં જયનાદો પોકારી રહ્યા હતા, ત્રીજી બાજુ યોગેશભાઈ રોજની જેમ મોટા અવાજે નિષ્કુળાનંદ સ્વામીની કડી ગાઈ રહ્યા હતા. આ કોલાહલની વચ્ચે મંદિરનાં પગથિયાંની વચ્ચેની પગથારમાં બેઠો બેઠો એક નાનો શિશુ પોતે કરેલો મુખપાઠ બોલી રહ્યો હતો. સ્વામીશ્રી સુધી અવાજ પહોંચે એવી કોઈ જ શક્યતા હતી નહીં, છતાં સ્વામીશ્રી એની તરફ દૃષ્ટિ કરીને હાથ વડે બોલવામાં સંકોચ પામતા એ શિશુને બોલવાનું પ્રોત્સાહન આપતા હતા. બે-ત્રણ વખત હાથ હલાવીને સ્વામીશ્રીએ એ શિશુને પ્રોત્સાહન આપીને આખી સાખી ગવડાવી અને અમીદૃષ્ટિ કરીને રાજીપો વરસાવ્યો. સ્પષ્ટ હતું કે સ્વામીશ્રીએ અવાજ નહીં, પણ ભાવ અંગીકાર કર્યો હતો.
પ્રત્યેક વાલી અને પ્રત્યેક સમાજ ગમે એટલી પ્રવૃત્તિના કોલાહલની વચ્ચે જીવતા હોય, પરંતુ સ્વામીશ્રીની જેમ પોતાની ભાવિ પેઢીને આ જ રીતે પ્રોત્સાહિત કરીને એનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે તો સમાજની તાસીર બદલાઈ જાય.
Vachanamrut Gems
Gadhadã III-28:
Eradicating One's Faults
“…Therefore, a person suffers a setback due to the faults that still remain in him, even though he has the conviction of God. But if one eradicates one's faults at the outset - when one establishes one's conviction - then one will not suffer a setback.…”
[Gadhadã III-28]