પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૭
મુંબઈ, તા. ૨૦-૬-'૬૧
સાંજે કથાવાર્તામાં 'કર્તાહર્તા'નો અર્થ કરતાં યોગીજી મહારાજે કહ્યું, 'માંદા પાડનાર એ છે ને સાજા કરનાર પણ એ (ભગવાન) છે.' પછી કોઈકે પૂછ્યું : 'ભગવાન અથવા સંત માંદા કેમ પડતા હશે ?'
'ભક્તોનાં દુઃખ સંત લઈ લે છે, ને બીજાને સેવાનો લાભ આપવા માટે...' સ્વામીશ્રીએ કહ્યું.
'બીજી રીતે સેવા ન અપાય ?'
'આ રીતે વધુ મળે...' સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું.
રાત્રે સ્વામીશ્રીએ આંગળીનો ઈશારો કરી બાળકની જેમ હેત કરતાં કિશોરભાઈ દવેને બોલાવતાં કહ્યું, 'કિશોરભાઈ, અહીં આવોને ગમ્મત કરીએ.'
કેવી દયા ! સાચા સત્પુરુષ વગર જીવ ઉપર આવી અકારણ કરુણા કોણ કરી શકે ?
આ જ શું આનંદમય બ્રહ્મ હશે ?
સ્વામીશ્રી સૂતાં પહેલાં દવા લઈ રહ્યા હતા. કંઈક વ્યાવહારિક પ્રશ્ન નીકળ્યો એટલે સેવકે સાશ્ચર્ય સ્વામીશ્રીને પૂછ્યું કે 'આપ બધું જાણો છો ?'
'શું કંઈ અમે ઢોર ચાર્યાં છે !' સ્વામીશ્રીએ રમૂજમાં કહ્યું.
સૌ ખડખડાટ હસી પડ્યા.
સ્વામીશ્રીના હાથે ગરમીનાં તાપોલિયાં નીકળ્યાં હતાં. તે જોઈ સેવકે કહ્યું, 'બાપા ! આ બધી શી લીલા કરો છો ?'
સ્વામીશ્રીએ પણ સામે હસતાં હસતાં કહ્યું, 'આ લીલા જોવા જેવી છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-13:
Doing Darshan with Shraddha Causes Samadhi
“… Similarly, when a person does darshan of God’s form with shraddhã, be it the form of a king or the form of a sãdhu, his indriyas are drawn towards God. Then one attains samãdhi.”
[Vartãl-13]