પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૬
રાજકોટ, તા. ૬-૬-'૬૧
અહીંના નારાયણભાઈ શેઠને ત્યાં યોગીજી મહારાજ બિરાજતા હતા. રાત્રે એક ફોટોગ્રાફર પોતાની સામગ્રીથી સજ્જ થઈ, સ્વામીશ્રીના ફોટા પાડવા આવેલા. પહેલાં તો સ્વામીશ્રીએ આનાકાની કરી. પછી શેઠના આગ્રહથી ફોટા પાડવા દેવાની સંમતિ આપી. અમે વિનંતી કરી :
'બાપા ! જરા હસો... ને...'
અને સ્વામીશ્રી હસી પડ્યા, પણ તુરત બોલ્યા :
'મફત હસાતું નથી...'
ફોટો પડી ગયો હતો. બધા રાજી થયા હતા, પણ પછીથી સૌને સ્વામીશ્રીના શબ્દોનો ખ્યાલ આવ્યો કે ખરેખર આ પુરુષ અને આ હસતી મૂર્તિનાં દર્શનની કિંમત કંઈ સામાન્ય નથી. કેવળ કરુણાપૂર્વક ભક્તોને રાજી કરવા માટે જ સ્વામીશ્રીનો આ અનુગ્રહ હતો !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]