પ્રેરણા પરિમલ
કરુણાનિધાન શ્રીહરિ
શ્રી ભાયાત્માનંદ સ્વામી
મારવાડમાં જન્મેલા આ સંતવર્ય રામાનંદ સ્વામીના સંતમંડળમાં સાધુતાના શણગારરૂપ અગ્રેસર સદ્ગુરુ હતા. ભગવાન સ્વામિનારાયણે ૨૦ વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સંપ્રદાયની ધુરા સંભાળી ત્યારે આત્માનંદ સ્વામીની ઉંમર ૬૦ વર્ષની હતી. આવી પ્રૌઢ વયે તેમને ૨૦ વર્ષના યુવાન સહજાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકારતાં જરા પણ કચવાટ થયો નહોતો. કઠણ વ્રતે પૂરા, સદા આત્મસ્વરૂપમાં રમમાણ રહેનાર અને બૃહદ વૈરાગી આ સંતવર્યને શ્રીહરિ 'ભાઈ' તરીકે સંબોધતા. આથી ભાઈ આત્માનંદ સ્વામી કે ભાયાત્માનંદ સ્વામી તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય કરીને ૧૧૬ વર્ષની ઉંમરે ભાયાત્માનંદ સ્વામી જીવનભર શ્રીહરિના ચરિત્રોનું ગાન કરતા રહ્યા. એમાંથી કેટલુંક રસપાન....
એકવાર હું મહારાજને દર્શને ગયો. ગામ બંધિયામાં ડોસા વાણિયાના ફળિયામાં રામાનંદ સ્વામી છતાંની ઓરડી હતી તેમાં ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને વેદસ્તુતિનું પાનું લઈને વાંચતા હતા.
શ્રીજીમહારાજ બોલ્યા : 'જગતમાં ભાગવત સાંભળે છે તે એમ સમજે છે, રાજા પરીક્ષિતને શુકજીએ એમ કહ્યું; પણ એમ ન સમજે કે આપણે રાજા પરીક્ષિત છીએ ને આપણને શુકજી કહે છે.'
Vachanamrut Gems
Kãriyãni-11:
God's Constant Proximity
Thereupon Shriji Mahãrãj replied, "If a devotee has deep affection for God and treats the worldly panchvishays that are not related to God as vain, and if he is firmly attached to God via the panchvishays, then wherever such a devotee goes by God's command, the form of God also goes with him…"
[Kãriyãni-11]