પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-5-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રીએ નાદુરસ્ત સ્વાસ્થ્યને લઈને નિજકક્ષમાં જ પૂજા કરી. પૂજા પૂર્ણ થયા બાદ વિવેક- સાગરદાસ સ્વામીએ પૂછ્યું : ‘શું સ્વામી ! કેવું રહ્યું ?’
સ્વામીશ્રી આનંદથી કહે : ‘150 દંડવત કર્યા સ્વપ્નમાં !’
સ્વાસ્થ્યના હિસાબે સ્વામીશ્રી અત્યારે ઇચ્છિત સંખ્યામાં દંડવત નથી કરી શકતા, તેનું જાણે સ્વપ્નમાં સાટું વાળતા હોય તેવો ભાવ તેઓના શબ્દોમાં હતો.
વિવેકસાગરદાસ સ્વામી હસીને કહે : ‘બસ, એ રીતે આપને જેટલા દંડવત કરવા હોય તેટલા કરી લેવાના !’
સૌ હસી પડ્યા.
અત્યાર સુધીના ઇતિહાસમાં કઈ વ્યક્તિએ સ્વપ્નમાં દંડવત કર્યા હશે ? અને એ પણ ગણતરી સાથે 150 ?
ખરેખર, એક-એક પ્રસંગે તેઓ વધુ ને વધુ મોટા પુરવાર થતા જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-17:
A Non-Believer can not Realise the Greatness of a Devotee
“… On the other hand, non-believers in the world, regardless of whether they are pundits or fools, are unable to develop such firm understanding of God. Moreover, they do not recognise a devotee possessing a staunch understanding, nor do they realise the greatness of a devotee of God. Therefore, only a devotee of God can recognise another devotee of God, and only he can realise his greatness…”
[Gadhadã II-17]