પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-8-2016, સારંગપુર
પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે યોજાયેલા પારાયણના પ્રારંભે સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં કહ્યું હતું કે ‘હમણાં બધા ઝડપથી આવ્યા ને ગયા; એટલે કોઈને અવિવેક થયો હોય, દુભાયા હોય તો માફ કરજો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે : ‘એક એક સાધુ પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે...’ ત્યારે શું દશા થશે ? સ્વામીએ કહ્યું એટલે થવાનું છે. ભગવાનમાં લેશમાત્ર મનુષ્યભાવ નહીં હોય ને દિવ્યભાવ હશે તો આ કથા સાંભળવાની મજા આવશે. ભક્તચિંતામણિમાં નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દો લખ્યા છે - ‘દીઠા છે, જમતાં જોયા છે, પોઢતાં જોયા છે...’ આ સાક્ષાત્ અનુભવના શબ્દો છે. ક્યાં હાથી ને ક્યાં કીડી ? કીડી હાથીમાં સંશય કરે તો ક્યાંથી મેળ પડે ? એને દેખાય જ નહીં. કોઈ લાડુનો ચૂરો કરીને કીડીને ખવડાવે એ કેટલી કૃપા કહેવાય ? (તેમ) ભગવાન આપણને મનુષ્યરૂપે મળ્યા છે, બાકી કોણ પૂછે છે ? આપણામાં ખામી-કચાશ હોય એટલે આપણને (ભગવાનમાં મનુષ્યભાવ) દેખાય. ઉપર ભગવાન છે એની વાત નથી, સાક્ષાત્ ભગવાનની વાત છે.’
Vachanamrut Gems
Gadhadã I-71:
Two Unforgivable Sins
Thereupon Somlã Khãchar asked, "God forgives all of the mistakes of His devotees, but which one mistake does God not forgive?"
Shriji Mahãrãj replied, "God forgives all other mistakes, but He does not forgive the mistake of spiting a devotee of God. Therefore, one should never harm a devotee of God in any way whatsoever. Furthermore, of all mistakes made against God, to denounce the form of God is a very grave mistake. One should never make this mistake. One who does do so commits a sin more serious than the five grave sins…"
[Gadhadã I-71]