પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
આજે જુદા જુદા સમયે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની સ્વામીશ્રીની શ્રદ્ધાનાં સૌને દર્શન થયાં, એનું મૂળ કારણ હતું વૈશાખી વાયરા. પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવતા જતા હતા, તેમ તેમ ઉત્સવના વ્યવસ્થાપક સંતોની મૂંઝવણમાં વધારો થતો જતો હતો, કારણ કે વૈશાખના વાયરા કોઈપણ પ્રકારના મંડપને ઉખેડી નાખતા હતા. મંડપના ગાળા ફાટી જતા હતા. લીરેલીરા ઊડી જાય એવો સખત પવન ફૂંકાતો હતો.
સ્વામીશ્રી પાસે જ્યારે જ્યારે આ બાબતની વિનંતી કરવા માટે વ્યવસ્થાપક સંતો આવ્યા ત્યારે સ્વામીશ્રીનો ઉત્તર એક જ હતો : ‘મહારાજને પ્રાર્થના કરીશું.’ અન્ય એક વખત સ્વામીશ્રીને પ્રાર્થના કરવામાં આવી કે ‘પવન એટલો બધો છે કે પ્લાસ્ટિકની જાળીવાળા મંડપ કર્યા અને લોખંડની પાઇપો કરી, તો એ પાઇપોને પણ ઉખાડીને ફેંકી દે છે, માટે કંઈક દયા કરો.’ ત્યારે પણ સ્વામીશ્રીએ કહ્યું : ‘મહારાજ દયા કરશે, સારું કરશે.’ અને આ નિમિત્તને લઈને સ્વામીશ્રીએ કહ્યું : ‘એક મંડળને ઠાકોરજી સમક્ષ ધૂન કરવા બેસાડજો. જૂનું મંદિર છે ત્યાં સૌ બેસે એમ કરજો.’
આટલું કહીને મિટિંગમાં વ્યસ્ત સ્વામીશ્રી પોતે પણ કહે : ‘અત્યારે પણ ધૂન તો કરો.’ એમ કહીને પોતે ધૂન કરવા લાગ્યા અને સંતોને પણ ધૂનમાં જોડ્યા. છેલ્લે ‘જય’ બોલાવતાં સ્વામીશ્રી કહે : “સબ સંતનકી જય... યોગીબાપા કહેતા - ‘બહુ તાતણ બળિયું.’ એમ મહારાજ દયા કરશે.”
Vachanamrut Gems
Gadhadã II-62:
Perverse Nature of the Jiva
“The nature of the jiva is such that when a person is a householder, he would prefer to renounce worldly life; but once he has renounced, he harbours desires for the pleasures of worldly life once again. Such is the perverse nature of the jiva. Therefore, one who is a staunch devotee of God should worship God after discarding such a perverse nature as well as all of one’s personal likes and dislikes…”
[Gadhadã II-62]