પ્રેરણા પરિમલ
શું ભગવાન છે?
જીવનના કપરા સંજોગોમાં માણસ શ્રદ્ધા ખોઈ બેસે છે. એવા જ સંજોગોમાં ફસાયેલા એક ઉચ્ચ ડિગ્રીધારી વ્યક્તિનો પ્રમુખસ્વામી મહારાજ ઉપર પત્ર હતો. પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી એ વ્યક્તિએ સ્વામીશ્રીને પોતાનો પ્રશ્ન રજૂ કરતાં લખ્યું હતું, 'મારા એક નિકટના સગાની તબિયત ખૂબ જ ગંભીર છે. આ સગા ધર્મ, ધ્યાન, સેવા, ભક્તિ બધું જ સારી રીતે કરે છે. સંસ્કાર પણ સારા છે, પરંતુ એની આવી તબિયત જોતાં મારા મનમાં એમ થાય છે કે કોઈ ઈશ્વરી તત્ત્વ છે કે નહીં ? દુનિયા બનાવનાર ઈશ્વર છે કે માયાવી તત્ત્વ ? આવા સંજોગોમાં જીવવું પણ ગમતું નથી.'
સ્વામીશ્રીએ તેઓના આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું, 'દરેક દરેક વ્યક્તિ પૂર્વના સંસ્કાર લઈને જ જન્મે છે. સુખ-દુઃખ આવે છે તે શરીરના ભાવ છે, એટલે તેમ થાય છે. તેમાં ભગવાન તો જેવાં જેનાં કર્મ તેવું તેને ફળ આપે છે, ભગવાન જેવું તત્ત્વ છે જ અને તેમનું અસ્તિત્વ છે, તો જ આપણું છે. આ વિષય અંગે આપ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, ગીતા વગેરે વાંચન કરશો. જ્ઞાની પુરુષ જે એવા સાચા સંત મળે તો આ વાત વિશેષ રીતે સમજાય છે.'
Vachanamrut Gems
Gadhadã II-1:
Consequence of Attachment to Vishays
"… When the chitt is attracted to vishays such as sounds, touch, etc., no matter how intelligent one may be, one's buddhi becomes unstable and one becomes like an animal. Thus, infatuation is generated due to attachment to the vishays."
[Gadhadã II-1]