પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-5-2017, અમદાવાદ
મુલાકાત કક્ષમાં મધ્ય પ્રદેશના એક મોટા વકીલ સ્વામીશ્રીને મળવા આવ્યા હતા. તેઓ ગેરસમજને લઈને છેલ્લાં વીસ વર્ષથી આપણા વિરોધમાં ઊતરી પડ્યા હતા. સંતો જ્યારે તેમને તે ગેરસમજણ દૂર કરવા મળવા જતા હતા, ત્યારે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા : ‘180 ટકા પરિવર્તન થશે.’ અને તે આશીર્વાદ પણ 180 ટકા ફળ્યા હતા.
સ્વામીશ્રી જેવા મુલાકાત કક્ષમાં પધારીને ખુરશી પર બેઠા કે તરત તે વકીલ સ્વામીશ્રીનાં ચરણોમાં પડી ગયા, બોલવા લાગ્યા : ‘क्षमा करो, गलती हो गई... क्षमा करो...’ આટલું બોલતાં તો તેમની આંખો ઊભરાઈ ગઈ.
સ્વામીશ્રી તેમને સાંત્વન આપતાં કહેવા લાગ્યા : ‘नहीं, यदि यह नहीं हुआ होता तो यह योग (ભગવાન સ્વામિનારાયણ અને સત્પુરુષનો યોગ) ...कहाँ से होता ? ’
તેમને થોડી રાહત થઈ. સ્વામીશ્રી તથા સંતોએ તેમને ખુરશી પર બેસવા કહ્યું, પણ તે કહે : ‘नहीं, यहीं ठीक है।’ સ્વામીશ્રીનાં ચરણોમાં તેમને પરમ શાંતિ મળતી હતી.
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેમને યાદ કરાવ્યું : ‘आप कहते थे न, कि कुछ ऐसा किजिए जिससे मैं आपके सत्संग में स्वीकृत हो जाऊँ ! तो आज गुरुजी ने आपको स्वीकार कर लिया, इससे बडी कोई बात नहीं...’
વકીલ ગળગળા થતાં વારંવાર બોલવા લાગ્યા : ‘मेरे पर, मेरे परिवार पर कृपा बनाए रखें...’ તેમને આવા પવિત્રતમ સંતનો દ્રોહ કર્યા બદલ અત્યંત દુઃખ થતું હતું.
સ્વામીશ્રી તેમનો ક્ષોભ દૂર કરતાં બોલ્યા : ‘वह मीठा झघडा था... आप अब परिवर्तित हो गए हैं, आपको सम्मानित करने के लिए कोई शब्द ही नहीं हैं।’
સ્વામીશ્રીના શબ્દે શબ્દે તે વધુ પીગળતા જતા હતા. સ્વામીશ્રીના આવા પ્રેમભર્યા શબ્દો તેમને ભક્ત બનાવતા જતા હતા. છેલ્લે સ્વામીશ્રીનાં ચરણોમાં તેમણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી. સત્સંગ સ્વીકારતાં તેમણે સ્વામીશ્રીના હસ્તે માળા લીધી. પુનઃ ક્ષમાયાચના કરતાં તથા પોતાના તથા પોતાના પરિવાર પર દૃષ્ટિ રાખવાની પ્રાર્થના કરતાં વિદાય લીધી.
‘અણનમ માથાં ભલે નમે રે જી રે, અણનમ માથાં ભલે નમે...’ આજે ઓર એક અણનમ માથું નમી પડ્યું.
Vachanamrut Gems
Gadhadã II-14:
The True Test of Intellect
“Therefore, whoever realises such gnãn of God, even if he has only a feeble intellect, should still be regarded as possessing much intellect. On the other hand, if he has not realised such gnãn of God, then even if he has much intellect, he should still be known as having no intellect.”
[Gadhadã II-14]