પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-8-2016, સારંગપુર
આજથી પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે સપ્તદિવસીય પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો.
તે નિમિત્તે સ્વામીશ્રી ‘યજ્ઞપુરુષ સભામંડપ’માં પધાર્યા. અહીં ઠાકોરજીનાં દર્શન કરી, દર વખતની જેમ સ્વામીબાપાની પ્રતિમાની ડાબી તરફ રાખવામાં આવેલા સદ્ગુરુ સંતોના સોફા પર તેઓ બેસવા ગયા. તે જોઈ સેવક સંત ઉતાવળે પગલે તેઓની નજીક આવી ગયા અને મધ્યમાં ગોઠવેલા આસન તરફ સ્વામીશ્રીને દોરતાં બોલ્યા : ‘સ્વામી ! આ આસન આપના માટે જ છે. આપ હવે ગુરુ છો. આપે તો હવે અહીં બેસવાનું...’
સેવક સંતની વિનંતી સ્વીકારીને તેઓ મધ્યમાં બેઠા.
ગુરુ બન્યા પછી પણ સ્વામીશ્રીને ગુરુભાવનું લેશમાત્ર અનુસંધાન નહોતું. કેવા અજોડ ગુરુ !
Vachanamrut Gems
Sãrangpur -4:
A Devotee with Worldy Desires
"Thus, even if a devotee of God harbours worldly desires, if nothing else, he will become a demigod. Then, having become a demigod, he will become a human again. As a human, after offering bhakti to God and becoming free of worldly desires, he will ultimately attain the abode of God. But he will not have to suffer from the miseries of narak or the cycle of births and deaths in the manner of non-believers. Bearing this in mind, a devotee of God should not become discouraged on seeing the force of worldly desires. Rather, he should joyfully continue to worship God, persevere in his attempts to eradicate his desires, and maintain absolute faith in the words of God and the Sant of God."
[Sãrangpur -4]