પ્રેરણા પરિમલ
પરમાત્માથી અધિક કાંઈ જ નહીં
એકવાર અટલાદરામાં સાંજની સભામાં ઘણાં જ હરિભક્તો આવ્યા હતા. સ્વામીશ્રીની વિદાયસભા હતી. બીજે જ દિવસે સ્વામીશ્રી મુંબઈ જઈને પરદેશ જવાના હતા. તેથી મળનારા પણ બહુ જ હતા. સભા પછી વ્યક્તિગત દર્શન આપવા બિરાજ્યા. પરંતુ બધા જ એક સાથે ઊઠ્યા ને અવ્યવસ્થા સર્જાઈ ગઈ. ધસારો ખૂબ વધી ગયો.
એવામાં એક ભાઈ આવ્યા. ને કહે, 'બાબાનું નામ શું પાડવું ?'
બીજા ભાઈ કહે, 'આને વ્યસન મુકાવોને !'
ત્રીજા ભાઈ આવ્યા ને કહે, 'મારે ટેમ્પો લેવો છે. તો ભાગીદારીમાં લઉં કે એકલો ?' આ દરમ્યાન કંઠી પહેરનારા તો ચાલુ જ હતા.
જનમંગલ સ્વામી સ્વામીશ્રી પાસે બેઠાં બેઠાં બધું જોતા હતા. થોડીવારે સ્વામીશ્રીને કહ્યું, 'આપને વે'વાર બહુ છે !'
સ્વામીશ્રી કહે, 'મારે કોઈ વહેવાર નથી. અમારે તો અખંડ સ્વામિનારાયણ ભજન થાય છે.'
ફરી જનમંગલ સ્વામીએ કહ્યું, '૫૦૦૦ના માથા પર હાથ મૂકો છો તો હાથ થાકી જાય, એટલે એક નકલી લાકડાનો હાથ બનાવો, તે હરિભક્તોના માથા પર મોટર દ્વારા મુકાયા કરે.'
સ્વામીશ્રી અધવચ્ચે જ બોલી ઊઠ્યા, 'અમે નકલી માલ રાખતા જ નથી ! અમારી પાસે તો અસલી જ માલ છે.'
નિખાલસ અને નિર્દંભ પુરુષનું વ્યક્તિત્વ કેવું હોય તે પૂછવા કરતાં સ્વામીશ્રીના જીવનમાં ડોકિયું કરી લેવાની જરૂર છે ! જેમને અખંડ ભજનની રટના લાગી છે અને પરમાત્માથી અધિક કાંઈ જ નથી, અને પરમાત્મા જેવી અસલી મૂડીના જે ધણી છે, તે પૂર્ણકામ હોય તેમાં શી નવાઈ ?
Vachanamrut Gems
Loyã-4:
God is Unparalleled
"… After all, there is only one form of God. This God is extremely powerful and no one, including Akshar, is capable of becoming like Him. This is an established principle."
[Loyã-4]