પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-5-2010, અમદાવાદ
આજે સાંજે વિદાય લેવાની હતી. વિમાન દ્વારા જામનગર થઈને સ્વામીશ્રી ભાદરા પધારવાના હતા. 4:30 વાગ્યાનો નીકળવાનો સમય હતો, પરંતુ હરિભક્તોની ભક્તિભાવના એવી કે છેલ્લી ક્ષણોએ પણ સ્વામીશ્રીનાં સૌથી નજીક દર્શન થાય અને એટલા માટે જ અસહ્ય ગરમીમાં 3:00 વાગ્યાથી તો મંદિરનું પરિસર ઊભરાવા લાગ્યું હતું. અમદાવાદમાં અત્યારે 40 ડિગ્રી (સે.) ગરમી વરસી રહી હતી. ફરસ ઉપર પાપડ મૂકો તો શેકાઈ જાય એવી ભયંકર ગરમીમાં 3:00 વાગ્યાથી સ્વામીશ્રીના પસાર થવાનાં દર્શન કરવા માટે ઊમટવું એ અસાધારણ બાબત છે.
સ્વામીશ્રી જ્યારે 4:15 વાગે દર્શન કરવા માટે બહાર પધાર્યા ત્યારે આકાશમાંથી અંગારા વરસી રહ્યા હતા. સ્વામીશ્રી માટે પણ આ અનુભવ આ અવસ્થામાં નવીન જ કહેવાય, કારણ કે આવા સમયે મોટે ભાગે સ્વામીશ્રીને નીકળવાનું હોતું નથી. વળી, આ ઉંમરે આવી ગરમીમાં નીકળવું એ પણ મોટો ભીડો જ કહેવાય. સૌને દર્શનદાન દેતાં દેતાં સ્વામીશ્રી જ્યારે મંદિરના ચોકમાં પધાર્યા ત્યારે ગરમીમાં ઊભેલા હરિભક્તોને જોઈને સ્વામીશ્રીએ લટકું કર્યું. અગાશીમાં પણ કોઈપણ ઓથ વગર હરિભક્તો દર્શન માટે બેઠા હતા. એ જોઈને પણ સ્વામીશ્રીએ આશ્ચર્યભાવ દેખાડ્યો. ઠાકોરજીનાં દર્શન કરીને સૌ પર કૃપાદૃષ્ટિ કરતાં કરતાં સ્વામીશ્રી ગાડીમાં વિરાજ્યા.
અસહ્ય ગરમીમાં પણ સ્વામીશ્રીના દિવ્ય આકર્ષણનો અને હરિભક્તોના દિવ્ય પ્રેમનો સહિયારો અનુભવ માણવા મળ્યો.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]