પ્રેરણા પરિમલ
૨૦ હજાર વ્યક્તિઓ દ્વારા દહેજ ત્યાગ
સમાજમાં એક તાતો અને સળગતો પ્રશ્ન દહેજપ્રથાનો છે. આ સામાજિક દૂષણને લીધે અનેક કોડીલી ગૃહવધૂઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે, ક્યારેક એમને જીવતી સળગાવી દેવામાં આવે છે અથવા એમનાં ઉપર ઘોર ત્રાસ આચરવામાં આવે છે. સ્વામીશ્રીએ આ માટે એ પ્રથમ તો યુવાનોને દહેજપ્રથાને તિલાંજલી આપવા સજ્જ કરે છે. માબાપોને પણ આ દૂષણથી દૂર રહી માનવતાના પંથ પરથી ન ચળવા પ્રેરે છે.
સ્વામીશ્રીના ૬૯મા જન્મદિનની ઉજવણી પ્રસંગે તા. ૬-૧૨-૮૯ના રોજ ભરૂચના કૉલેજ ગ્રાઉન્ડ ઉપર સભા ભરાઈ હતી. તે વખતે સભામાં ડૉક્ટર સ્વામીએ દહેજના દૂષણ વિષે વાત કરી. વાત પૂરી થયા પછી દહેજ નહીં લેવા કે દેવા માટેનો નિશ્ચય કરતા હોય તેમને આંગળી ઊંચી કરવા જણાવ્યું. થોડીક આંગળીઓ ઊંચી થઈ. સ્વામીશ્રી આ જોઈ બોલ્યા : 'બધાને કહો કે આંગળી ઊંચી કરે.' બાજુમાં બેઠેલા મહંત સ્વામીએ સ્વામીશ્રીના આ શબ્દો ડૉક્ટર સ્વામીને જણાવ્યા. સ્વામીશ્રીની ઇચ્છા માઇક દ્વારા જાહેર થઈ અને તરત વીસ હજાર જેટલી આંગળીઓ ઊંચી થઈ. એ વીસ હજાર વ્યક્તિઓએ દહેજ ત્યાગની પ્રતિજ્ઞા કરી. એવી જ રીતે ઈ.સ. ૧૯૯૦માં થયેલા યુવક અધિવેશનમાં પણ લગભગ ૨૦ હજાર જેટલા યુવકોએ સ્વામીશ્રીની પ્રેરણાથી દહેજ ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
Vachanamrut Gems
Loyã-1:
Falling from Satsang
"… Similarly, one who harbours an aversion towards the Sant should be known as having tuberculosis; he will certainly fall from Satsang sometime in the future…"
[Loyã-1]