પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૪
ગુલુ, તા. ૧૪-૩-'૭૦
રાત્રે ૯-૪૫
શ્રી રસિકભાઈને ઘેર રાત્રે પોઢતાં પહેલાં, યોગીજી મહારાજ દવા લઈ રહ્યા હતા. સંતો તથા યુવકો સામે બેઠા હતા. સ્વામીશ્રીએ ડૉક્ટર સ્વામીને વાત કરવા કહ્યું. તેઓ સ્વામીની વાત બોલ્યા :
'માણસ બધા આ થાંભલાનાં દર્શન કરે છે, પણ આ સાધુનાં દર્શન કોઈ કરતું નથી...'
એ સાંભળી સ્વામીશ્રી તરત કહે, 'બધા મર્ચીસન ફોલ ઉપર જળઘોડા, હાથી ને મગરનાં દર્શન કરવા જાય છે પણ આ સાધુનાં દર્શન કોઈ કરતું નથી...'
સૌ હસી પડ્યા, પણ સ્વામીશ્રીનું આ માર્મિક વાક્ય સૌને સોંસરવું ઊતરી ગયું. આવી નિર્દોષ ગમ્મત કરતાં સ્વામીશ્રી, પ્રસંગોપાત્ત સાચી સમજણ આપી દેતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-3:
Accepting God's Wish
"… Therefore, a devotee of God would not be elated if God were to protect him physically; and he would not be disappointed if he were not protected. Instead, he would remain carefree and continue to worship God."
[Loyã-3]